T20 WORLD CUP BREAKING : 2026 ના T20 વર્લ્ડ કપમાં વિદેશી ટીમોમાં છવાયા ભારતીય મૂળના ખેલાડીઓ ! વર્લ્ડ કપમાં જોવા મળશે કમાલ

T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. આ ટુર્નામેન્ટમાં આ વખતેઘણી ટીમોમાં ભારતીય મૂળના ખેલાડીઓ મહત્વની સંખ્યામાં જોવા મળશે. માત્ર ચાર જ ટીમોમાં મળી કુલ 34 ભારતીય ખેલાડીઓ સામેલ છે, જે આ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવે છે.

| Updated on: Feb 05, 2026 | 6:44 PM
1 / 5
2026 નો T20 વર્લ્ડ કપ, જે T20 ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ માનવામાં આવે છે, તેની રાહ દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ ઉત્સાહથી જોઈ રહ્યા છે.  સ્પર્ધાની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે અને પહેલા જ દિવસે ત્રણ મુકાબલા યોજાશે. ખાસ વાત એ છે કે આ વખતના વર્લ્ડ કપમાં ભારતીય મૂળના ખેલાડીઓ મોટી સંખ્યામાં અલગ-અલગ દેશોની ટીમોમાંથી ભાગ લેતા નજરે પડશે. અંદાજે 40 જેટલા ભારતીય ખેલાડીઓ વિવિધ ટીમોની તરફથી મેદાનમાં ઉતરશે. ( Credits: AI Generated )

2 / 5
ખાસ નોંધનીય બાબત એ છે કે ભારતીય મૂળ ધરાવતા આ ખેલાડીઓ હવે ભારતની ધરતી પર પોતાની કાબેલિયત બતાવવાની તક મેળવશે. વિદેશી ટીમોમાં નજર કરીએ તો યુએસએ, કેનેડા અને યુએઈ જેવી ટીમોમાં ભારતીય ખેલાડીઓનું પ્રભુત્વ વધુ છે. માત્ર આ ત્રણ જ ટીમોમાં અંદાજે 23 જેટલા ભારતીય મૂળના ક્રિકેટરો સામેલ છે. ( Credits: instagram )

3 / 5
મુંબઈમાં જન્મેલા અમેરિકન ઝડપી બોલર સૌરભ નેત્રાવલકર માટે વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે રમવાનો અવસર ચોક્કસપણે ખાસ અને યાદગાર બની શકે. ભલે તેઓ ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શક્યા ન હોય, પરંતુ હવે તેઓ પોતાના પ્રતિનિધિત્વ કરતી ટીમ માટે ગૌરવપૂર્વક મેદાનમાં ઉતરશે. ( Credits: espncricinfo )

4 / 5
ICC T20 વર્લ્ડ કપ 2026માં અનેક વિદેશી ટીમોમાં ભારતીય મૂળના ખેલાડીઓ મોટી સંખ્યામાં જોવા મળશે. કેનેડાની ટીમમાં અંદાજે 11 ભારતીય મૂળના ક્રિકેટરો સામેલ છે. યુએસએ ટીમમાં નવ ખેલાડીઓ ભારતીય પૃષ્ઠભૂમિ ધરાવે છે, જ્યારે ઓમાન અને યુએઈની ટીમોમાં સાત-સાત એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ રીતે તમામ એસોસિયેટ અને વિદેશી ટીમોને ગણીએ તો કુલ મળીને આશરે 40 ભારતીય મૂળના ક્રિકેટરો આ ટુર્નામેન્ટમાં અલગ-અલગ દેશોની તરફથી મેદાનમાં ઉતરતા જોવા મળશે. ( Credits: instagram )

5 / 5
T20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમો ટુર્નામેન્ટમાં ઉતરશે. તમામ ટીમોને ચાર અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને દરેક ગ્રુપમાં પાંચ-પાંચ ટીમો સામેલ છે. શરૂઆતના તબક્કામાં ગ્રુપની અંદર ટીમો પરસ્પર મુકાબલો કરશે, જેના આધારે સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય કરનાર ટીમો નક્કી થશે. ત્યારબાદ આગળ વધેલી આઠ ટીમો નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કરશે, જેમાં 8 માર્ચે સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલા યોજાશે. આ વખતે બાંગ્લાદેશ ટુર્નામેન્ટનો ભાગ નથી, અને તેની જગ્યાએ ICC દ્વારા સ્કોટલેન્ડને તક આપવામાં આવી છે.  ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: instagram )