
દેશ અને દુનિયામાં બ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. કોઈને બ્લડ પ્રેશર વધારે જોવા મળે છે અને કોઈકને બ્લડ પ્રેશર લો થઈ જાય છે? આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો લો બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે.

જ્યારે બ્લડ પ્રેશર ઘટે છે, ત્યારે આપણા શરીરમાં ઓક્સિજનની ઉણપ થઈ જાય છે. લો બ્લડ પ્રેશર હોય ત્યારે હૃદય, મગજ અને શરીરના અન્ય ભાગોમાં પૂરતું લોહી પહોંચતુ નથી. જેના કારણે શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. જો બીપી વધુ પડતું ઘટી જાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય, તો તેને નિયંત્રિત કરવા માટે તરત જ આ ઉપાયો અજમાવો.

બ્લડ પ્રેશર લો થઈ જવા પર દેખાશે આ લક્ષણો: જો બ્લડ પ્રેશર લો થઈ જાય તો તમને ચક્કર આવી શકે, ઉબકા અને ઉલટી, અસ્પષ્ટ દેખાવાની સાથે શ્વાસલેવામાં તકલીફ અને શરીરમાં ભારે થાક અને નબળાઈ લાગવા લાગે છે. તો બ્લડ પ્રેશર લો થઈ જાય તો આ ઘરેલુ ઉપચાર અજમાવી જુઓ

મીઠા વાળુ પાણી: એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું ભેળવીને તરત જ પી લો. જેમને લો બીપીની સમસ્યા હોય તેમણે મીઠાનું સેવન કરવું જોઈએ જેથી મીઠું શરીરમાં પ્રવેશી શકે અને બીપીને નિયંત્રિત કરી શકે.

હાઈડ્રેટેડ રહોઃ સામાન્ય રીતે શરીરમાં ડીહાઈડ્રેશનને કારણે બીપી ઓછું થઈ જાય છે. તેથી, દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તે લોહીનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે અને લો બીપી અટકાવે છે.

કમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરો: કમ્પ્રેશન સ્ટોકિંગ્સ અથવા મોજાં લોહીના પ્રવાહમાં સુધારો કરી શકે છે અને પગમાં લોહીને એકઠું થતું અટકાવવામાં મદદ કરી શકે છે.

થોડા થોડા અંતરે થોડું થોડું ભોજન: ઘણી વખત લોકો દિવસ દરમિયાન લાંબા અંતરે ખાય છે જેના કારણે શરીર નબળું પડી જાય છે અને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે, તેથી દિવસભરમાં ઘણા થોડા થોડા અતંરે થોડું થોડું ભોજન લો.

તુલસીના પાન ચાવવા: લો બ્લડ પ્રેશર હોય તો તરત જ દર્દીને તુલસીના પાન ચાવવા માટે આપો. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા વિવિધ મિનરલ્સ હોય છે. તે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

બદામ: બદામમાં હેલ્ધી ફેટ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દરરોજ મુઠ્ઠીભર બદામ ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.