IPO પહેલા માત્ર વેન્ચર કેપિટલ ફર્મ્સ જ નહીં પરંતુ મોટા ફિલ્મ સ્ટાર્સ, સ્પોર્ટ્સ સ્ટાર્સ અને અન્ય સેલિબ્રિટીઓએ પણ સ્વિગીમાં રોકાણ કર્યું છે. જેમાં અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, કરણ જોહર, રાહુલ દ્રવિડ, ઝહીર ખાન, રોહન બોપન્નાનો સમાવેશ થાય છે. મોતીલાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચેરમેન રામદેવ અગ્રવાલે પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે. SoftBank Vision Fund, Prosus, Accel અને Elevation Capital સહિતના વૈશ્વિક ફંડોએ આ ફૂડ ડિલિવરી કંપનીમાં રોકાણ કર્યું છે.