Gujarati News Photo gallery Surat Fatal Car Accident Teen Girl Student Dies 3 Injured Driver Arrested Police Investigation Underway
સુરતમાં કાર પલટી મારી જતા એક વિદ્યાર્થિનીનું મોત, અન્ય ત્રણને આવી નાની-મોટી ઈજા, કારચાલક રાહુલની ધરપકડ- Photos
સુરતમાં એક કાર અકસ્માતમાં 17 વર્ષીય દિશા જૈનનું મૃત્યુ થયું અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. કાર ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ઘટના ડાયમંડ બુર્સ પાસે બની હતી. પોલીસ તપાસ ચાલી રહી છે જેમાં કારની સ્પીડ અને કારનું બેલેન્સ જવાબદાર હોઈ શકે છે. હાલ દીકરીના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
1 / 6
સુરત શહેરમાં કારમાં સવાર ચાર મિત્રોને અકસ્માત નડ્યો હતો. કાર પલટી મારી ગયી હતી જેમાં કારમાં સવાર 3 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા જયારે એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે જયારે પોલીસે કાર ચાલક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સુરતના ડાયમંડ બુર્સ પાસે આ ઘટના બની હતી
2 / 6
મળતી માહિતી મુજબ સુરતના ડાયમંડ બુર્સ પાસે અકસ્માતની ઘટના બની હતી. સુરતના વેસુ વિસ્તારમાં રહેતો 18 વર્ષીય રાહુલ ચૌધરી તેના મિત્ર સાહિલ બાવા, શોર્ય શર્મા, તેમજ દિશા જૈન [ઉ.17] સાથે ડાયમંડ બુર્સ પાસે ખજોદ રોડ પાસે કારમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે કાર પલટી મારી ગયી હતી. જેમાં દિશા મયુર ભાઈ બોખડીયા [જૈન] નું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણેય વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઇ હતી.
3 / 6
બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવમાં પોલીસે કાર ચાલક રાહુલ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. તેના પિતા કાપડ વેપારી છે. રાહુલ ચૌધરી પણ કોલેજમાં અભ્યાસ કરે છે. જયારે મૃતક દિશા જૈનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તે ઉધના વિસ્તારમાં સમિતિની શાળામાં અભ્યાસ કરતી હતી. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે
4 / 6
બનાવ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે ચાર અલગ અલગ સ્કુલના વિદ્યાર્થીઓ ક્રેટા કાર લઈને આવ્યા હતા અને બેલેન્સ બગડતા કાર પલટી મારી ગયી હતી જેમાં દિશા જૈન [ઉ.17] નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે સાથે રહેલા અન્ય 3 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઇ હતી, રાહુલ ચૌધરી કાર ચલાવી રહ્યો હતો જે કોલેજમાં અભ્યાસ કરે છે.
5 / 6
વધુમાં જાણાવ્યું હતું કે એફએસએલ અને આરટીઓ ઈન્સ્પેક્ટરને બોલાવીને તપાસ કરવામાં આવી રહી છે જે બાદ સામે આવશે કે કેવી રીતે આ બનાવ બન્યો છે. એક સાઈડથી ડિવાઈડર જમ્પ કરીને બીજી સાઈડ જઈને પલટી મારી છે તો સંભવ છે કે કાં તો સ્પીડ વધુ હશે કા તો બેલેન્સ બગડ્યું હશે.
6 / 6
એફએસએલ, આરટીઓ ઇન્સ્પેકટર તપાસ બાદ અભિપ્રાય આપશે ત્યારબાદ સંપૂર્ણ માહિતી સામે આવશે હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
Published On - 3:25 pm, Fri, 17 January 25