Surat Diamond Bource : ફરી ધમધમતું થશે સુરતનું ડાયમંડ બુર્સ, માત્ર આટલા રૂપિયામાં ઓફિસ મળી જશે, જાણો

સુરતના હીરા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં મહિધરપુરા અને મીની બજારના 700 થી વધુ હીરા વેપારીઓને સુરત ડાયમંડ બોર્સ (SDB) માં સ્થળાંતર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

| Updated on: Jul 30, 2025 | 7:29 PM
4 / 8
હર્ષ સંઘવી જણાવ્યું કે, "વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ ઓછા ભાડામાં ઉપલબ્ધ કરાયું છે. માત્ર ₹15,000ના ભાડે બ્રોકર્સને ક્યુબિકલ મળશે અને તેમાં કોઈ વધારાનો ચાર્જ નહીં વસૂલવામાં આવે." તેમણે વધુમાં ઉમેર્યું કે હવે વેપારીઓ અને બ્રોકર્સ એક જ સ્થળે વ્યવહાર કરી શકશે, જે વ્યવસાય માટે વધુ ફાયદાકારક બનશે.

5 / 8
 મહિધરપુરામાંથી SDB તરફ વ્યવસાય ખસેડવા Diamond વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે સંઘવીએ જણાવ્યું કે SDB ખાતે હવે આંગડિયા સર્વિસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી રોકડ અને હીરાની સલામત હેરફેર સરળતાથી શક્ય બનશે.

6 / 8
એક વેપારીએ જણાવ્યું કે, "પહેલા થોડા વેપારીઓએ ત્યાં ઓફિસ શરૂ કરી હતી પરંતુ વ્યવહાર ન હોવાથી પાછા મહિધરપુરા ફરી ગયા હતા. હવે અમારી કોશિશ છે કે મોટા પાયે વેપારીઓ એકસાથે શિફ્ટ થાય."

7 / 8
Diamond વેપારીઓએ હર્ષ સંઘવીને જણાવ્યું કે SDBમાં ઉત્પાદનકર્તાઓએ પણ ઓફિસ શરૂ કરવી જરૂરી છે, જેથી ઉત્પાદિત હીરા તુરંત તપાસ માટે ઉપલબ્ધ થાય અને SDBમાં એક સંપૂર્ણ વ્યવસાયિક ઇકોસિસ્ટમ વિકસિત થાય.ડાયમંડ ઉદ્યોગપતિ સેવંતી શાહે જણાવ્યું કે, “SDB પહોંચવા માટે વિવિધ વિસ્તારોમાંથી જાહેર વાહન વ્યવસ્થાની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું છે.”

8 / 8
SDB સમિતિના ચેરમેન ધોળકિયાએ કહ્યું, “છેલ્લા કેટલાક દિવસથી SDB સમિતિ અને મંત્રીએ સતત ચર્ચા કરી છે. હવે વેપારીઓ માટે યોગ્ય સમય છે SDB તરફ આગળ વધવાનો. અમારી આશા છે કે વેપારીઓ આને પોઝિટિવલી સપોર્ટ કરશે.”