
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. જો આ રકમ જમા ન થાય તો ખાતું બંધ કરી દેવામાં આવે છે. તેને ફરીથી શરૂ કરવા માટે, વ્યક્તિએ હપ્તા તરીકે 250 રૂપિયા અને દંડ તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે.

તમે આ સ્કીમમાં એક વર્ષમાં વધુમાં વધુ 1,50,000 રૂપિયા જમા કરાવી શકો છો. આ એકાઉન્ટ 21 વર્ષ સુધી ચાલે છે અથવા પુત્રીના લગ્ન સમયે બંધ કરાવી શકો છો. જો દીકરી 18 વર્ષની થઈ જાય તો તેના શિક્ષણ માટે ખાતામાંથી 50% સુધીની રકમ ઉપાડી શકાય છે.

આ યોજના 8.2% ના વ્યાજ દર ઓફર કરે છે, જે તમામ નાની બચત યોજનાઓમાં સૌથી વધુ છે. આમાં મોટો ટેક્સ બેનિફિટ છે. જમા કરાવેલ નાણા, તેના પર મળતું વ્યાજ અને ખાતાની પાકતી મુદત પર મળેલી રકમ ત્રણેય કરમુક્ત છે. (Image - Freepik)
Published On - 7:47 pm, Wed, 8 January 25