AC ના રિમોટમાં આપવામાં આવેલ Dry Mode કેમ આપવામાં આવે છે અને તે ક્યારે વાપરવું જોઈએ?

ચોમાસામાં એસીને કૂલ મોડના બદલે ડ્રાય મોડ પર ચલાવવાથી રૂમની ચીકણી ગરમી અને ભેજ ગાયબ થઈ જશે અને વીજળીનું બિલ પણ ખૂબ ઓછું આવશે.

| Updated on: Jun 15, 2026 | 9:38 PM
1 / 6
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ તાપમાનમાં તો ઘટાડો થાય છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ (હ્યુમિડિટી) ખૂબ વધી જાય છે. આ ભેજના કારણે ઘરમાં અસહ્ય ઉકળાટ અને ચીકણી ગરમીનો સામનો કરવો પડે છે. આવા સમયે મોટાભાગના લોકો એસીને ખૂબ જ ઓછા તાપમાન પર 'Cool Mode' માં ચલાવે છે, છતાં રૂમમાંથી ચીકાશ દૂર થતી નથી. ટેકનિકલ નિષ્ણાતોના મતે, ચોમાસા દરમિયાન એસીના 'Cool Mode' ને બદલે 'Dry Mode' નો ઉપયોગ કરવો સારો અને વધુ અસરકારક સાબિત થાય છે. આ મોડ રૂમની હવામાનનો ભેજ ઓછો કરીને ડબલ આરામ આપે છે અને સાથે વીજળીનું બિલ પણ ઘટાડે છે.

2 / 6
શું છે એસીનું આ 'Dry Mode'? ડ્રાય મોડ ખાસ કરીને એવા હવામાન માટે બનાવવામાં આવ્યો છે જેમાં ભેજનું પ્રમાણ વધારે હોય. આ મોડ ઓન કરવાથી એસીનું કમ્પ્રેસર સતત ચાલવાને બદલે વચ્ચે-વચ્ચે એટલે કે સમયાંતરે કામ કરે છે. આ દરમિયાન એસીના ફેનની સ્પીડ પણ સામાન્ય કરતાં ઓછી રહે છે. આ પ્રક્રિયાથી રૂમની હવામાં રહેલો ભેજ પાણીના ટીપાંમાં ફેરવાઈને ડ્રેઈન પાઈપ દ્વારા બહાર નીકળી જાય છે, જેનાથી રૂમનું વાતાવરણ એકદમ સુખદ અને આરામદાયક બની જાય છે.

3 / 6
કૂલ મોડ અને ડ્રાય મોડ વચ્ચે શું તફાવત છે? 'Cool Mode' નું મુખ્ય કામ રૂમનું તાપમાન ઝડપથી ઘટાડવાનું છે, જેના માટે કમ્પ્રેસર સતત ચાલુ રહે છે અને વીજળીનો વપરાશ વધે છે. બીજી તરફ, 'Dry Mode' તાપમાન ઘટાડવાને બદલે હવામાંથી ભેજ દૂર કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ચોમાસામાં અસલી સમસ્યા ગરમી નહીં પણ ઉકળાટ અને ભેજ હોય છે, તેથી આ દિવસોમાં ડ્રાય મોડ વધુ શક્તિશાળી સાબિત થાય છે.

4 / 6
ડ્રાય મોડથી વીજળીનું બિલ કેવી રીતે ઘટે છે? ડ્રાય મોડમાં કમ્પ્રેસર પર સતત લોડ પડતો નથી અને તે વચ્ચે-વચ્ચે બંધ થતું હોવાથી વીજળીનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. કૂલ મોડમાં એસીને સતત ઠંડક જાળવી રાખવા માટે વધુ ઉર્જા વાપરવી પડે છે. જો ચોમાસા દરમિયાન એસી ઘણા કલાકો સુધી ચલાવવામાં આવતું હોય, તો ડ્રાય મોડનો ઉપયોગ મહિનાના અંતે વીજળી બિલમાં મોટો આર્થિક ફાયદો કરાવી શકે છે.

5 / 6
ડ્રાય મોડમાં તાપમાન કેટલું રાખવું જોઈએ? ઘણા લોકો એસીને ડ્રાય મોડ પર સેટ કરતી વખતે તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું કરી દે છે, જે બિલકુલ ખોટું છે. નિષ્ણાતો ચોમાસામાં એસીનું તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવાની સલાહ આપે છે. આ તાપમાન પર એસી હવામાંથી ભેજને ખૂબ જ અસરકારક રીતે દૂર કરે છે અને કમ્પ્રેસર પર વધારાનું દબાણ પણ આવતું નથી.

6 / 6
વધુ સારા પરિણામો મેળવવા માટેની ટિપ્સ: જો ડ્રાય મોડનો શ્રેષ્ઠ લાભ લેવો હોય તો એસી ચાલુ હોય ત્યારે રૂમના બારી-બારણાં સંપૂર્ણપણે બંધ રાખો જેથી બહારની ભેજવાળી હવા અંદર ન આવે. આ સાથે જ ચોમાસામાં ધૂળ અને ફૂગ ઝડપથી જામતી હોવાથી એસીના ફિલ્ટર નિયમિત સાફ કરવા જરૂરી છે. નિષ્ણાતોના મતે, ડ્રાય મોડની સાથે સીલિંગ ફેનને ધીમી ગતિએ ચલાવવાથી ભેજ વગરની ઠંડી હવા આખા રૂમમાં સરખી રીતે ફેલાય છે અને વીજળીના ઓછા વપરાશમાં ઉત્તમ કૂલિંગ મળે છે.

Follow Us