
સોમવાર, 24 નવેમ્બરના રોજ શેરબજાર બંધ થયા પછી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 31% વધારો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹273.7 કરોડ હતો. આ જ સમયગાળા દરમિયાન આવક વાર્ષિક ધોરણે 27% વધીને ₹2,645.7 કરોડ થઈ છે, જ્યારે ખર્ચ એક વર્ષ અગાઉના કરતા 28.5% વધીને ₹2,204 કરોડ થયો છે.

Star Health & Allied Insurance Co. Ltd : 491 રુપિયાના આ શેર પર 517 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ શેર જો વધે છે તો 32%ના ઉછાળા સાથે 650 રુપિયાની આસપાસ પહોંચી જવાની શક્યતા છે પણ જો આ શેરના ભાવ ઘટે છે તો 14%ના ઘટાડા સાથે આ શેરનો ભાવ 420 રુપિયા પર આવી શકે છે. હવે આ શેર અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 21 અનાલિસ્ટે પોતાની રાય આપી છે, જેમાંથી 12 અનાલિસ્ટે આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા અને એક બીજા અનાલિસ્ટે પણ Buy કરવા પોતાની રાય આપી છે. તે સિવાય 4 અનાલિસ્ટે શેરને Hold પર મુકરવા તો બીજા 4 અનાલિસ્ટે શેરને sell કરવા અંગે પોતાની રાય આપી છે.

Aadhar Housing Finance Ltd: 483 રુપિયાનો આ શેર પર 605 રુપિયાનો ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ શેરમાં વધારો થાય છે તો તેનો ટાર્ગેટ પ્રાઈઝથી પણ મોટો વધારો થઈ શકે છે. એટલે કે 34%ના વધારા સાથે આ શેર 650 રુપિયા પર પહોંચી શકે છે. આ શેર પર હાલ કોઈ ઘટાડાને લઈને સંભાવના જણાઈ રહી નથી.

આ શેર પર 11 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 9 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. તે સિવાય પણ 2 અનાલિસ્ટ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી છે.

Info Edge India Ltd: ઈન્ફોના આ શેરની પ્રાઈઝ હાલ 1340 રુપિયા છે આ શેર પર 1540 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ શેરમાં આ વર્ષ દરમિયાન વધારો થાય છે તો ભાવ 38%ના મોટા ઉછાળા સાથે 1850 રુપિયા પર પહોંચી શકે છે પણ જો આ શેરમાં ઘટાડો નોંધાયો તો 22%ના ઘટાડા સાથે આ શેરનો ભાવ 1040 રુપિયા સુધી નીચે આવી શકે છે ત્યારે હવે આ શેર ખરીદવો કે વેચી દેવા અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 21 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 21 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા તો બીજા 3 અનાલિસ્ટ આ શેરને Buy કરવા કહી રહ્યા છે આ સિવાય 3 અનાલિસ્ટ આ શેરને Hold કરવા તો બીજા 3 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી છે.

Prince Pipes And Fittings Ltd: 294 રુપિયાના આ શેર 346 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ વર્ષ દરમિયાન આ શેરમાં ઉછાળો આવે છે તો શેર 51%ના મોટા વધારા સાથે આ શેરનો ભાવ 446 રુપિયા સુધી જઈ શકે છે. તેમજ જો આ દરમિયાન શેરના ભાવ ઘટે છે તો 18%ના ઘટાડા સાથે ભાવ 239 રુપિયા પર આવી શકે છે, હવે આ શેરને ખરીદવો કે વેચી દેવો તે અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 12 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે આ સિવાય બીજા એક અનાલિસ્ટ પણ શેરને Buy કરવા કહી રહ્યા છે. તેમજ આ શેર પર 3 અનાલિસ્ટ Hold કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે અને બીજા 3 અનાલિસ્ટ આ શેરને Sell કરવાની રાય આપી રહ્યા છે.