
LT Foods Limited: આ શેરની હાલની કિંમત 409 રુપિયા છે. તેમજ આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 539 રુપિયા આપવામાં આવી છે. આ શેર પર હાલ પુરતા માત્ર પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે એટલે કે જો આ શેરમાં વધારો થાય છે તો આ શેર 40%ના વધારા સાથે ભાવ 574 રુપિયા પર પહોંચી શકે છે.

આ શેર પર 4 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 3 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા અંગે પોતાની રાય આપી છે તેમજ અન્ય 1 એ પણ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી છે. આ શેર પર હજુ સુધી કોઈ અનાલિસ્ટે sell કરવા અંગે કોઈ રાય આપી નથી.

Ashoka Buildcon Limited: 178 રુપિયાના આ શેર પર 210ની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ શેરમાં એક વર્ષ દરમિયાન કોઈ વધારો થાય છે તો શેરનો ભાવ 41%ના વધારા સાથે 252 રુપિયા પર જઈ શકે છે. આ શેર પર પણ કોઈ ઘટાડા અંગે સંકેત દેખાઈ રહ્યા નથી.

આ શેર ખરીદવા અંગે 6 અનાલિસ્ટે પોતાની રાય આપી છે. જેમાંથી 2 અનાલિસ્ટ આ શેરને Buy કરવા કહી રહ્યા છે જ્યારે બીજા 4 અનાલિસ્ટ આ શેરને Hold પર મુકવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ શેર પર સમાચાર લખતા સુધી કોઈ અનાલિસ્ટે sell કરવા અંગે પોતાની રાય આપી નથી.

Campus Activewear Ltd: 260 રુપિયાના આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 317 રુપિયા આપવામાં આવી છે. આ શેરના ભાવ વધે છે તો 60%ના મોટા ઉછાળા સાથે ભાવ 419 રુપિયા પર આવી શકે છે. અને જો આ શેરના ભાવ ઘટે છે તો 5%ના ઘટાડા સાથે ભાવ 260 રુપિયા પર પહોંચી શકે છે. ત્યારે હવે આ શેર ખરીદવા અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો સમજીએ

આ શેર પર 11 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા જણાવી રહ્યા છે તે સિવાય બીજા 3 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી છે. 1 અનાલિસ્ટ આ શેરને Hold કરવા અંગે કહી રહ્યા છે તેમજ 2 અનાલિસ્ટ એવા છે જે આ શેરને સ્ટ્રોંગલિ sell કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે.

UNO Minda Limited: 1281ના આ શેર પર 1311 રુપિયાની ટાર્ગે પ્રાઈઝ આપવામાં આવી છે. આ શેરમાં જો વધારો થાય છે તો શેરનો ભાવ 16%ના વધારા સાથે 1493 રુપિયા પર પહોંચી શકે છે પણ જો આ શેરના ભાવમાં ઘટાડો થાય છે તો 32%ના ઘટાડા સાથે ભાવ 865 રુપિયા પર પહોંચી શકે છે. આ શેર ખરીદવા અંગે એક્સપર્ટ શું કહી રહ્યા ચાલો જાણીએ

આ શેર પર 18 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 6 અનાલિસ્ટ આ શેર પર સ્ટ્રોંગલિ Buyની રાય આપી છે આ સિવાય બીજા 3 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ શેર પર 7 અનાલિસ્ટ તેને Hold કરવા જણાવી રહ્યા છે, તો 2 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે.
Published On - 4:15 pm, Sun, 23 November 25