
જો આપણે Swiggyના સ્ટોકની વાત કરીએ તો, તેની ટાર્ગેટ પ્રાઈઝ 485.15 છે. 24 એક્સપર્ટેના એનાલિસિસ મુજબ Swiggyના શેર ભવિષ્યમાં 740.00 સુધી જઈ શકે છે. તેમજ શેરની કિંમત જો ઘટાડો આવ્યો તો 285.00 પર નીચે આવી શકે છે. ટુંકમાં એક્સપર્ટે 1 વર્ષ માટે એનાલિસિસ કર્યું છે.

Swiggy ના શેરને લઈને પણ 24 એક્પર્ટે એનાલિસિસ કર્યું છે, આ સાથે પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોઈએ તો, 24 એનાલિસ્ટમાંથી 15 એક્સપર્ટે કહ્યું કે, આ શેરને સ્ટ્રોંગ બાય કરો. ખાસ વાત એ છે કે, 2 એનાલિસ્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાની અને 3 એનાલિસ્ટે આ શેર વેચવાની વાત કરી છે.

Oil India શેરના પ્રાઈઝ ટાર્ગેટની વાત કરીએ તો 167.32 છે. આ શેર પર કુલ 33 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમજ તેમનું કહેવું છે કે, 1 વર્ષમાં આ શેર 194.00 સુધી જઈ શકે છે. તેમજ 110 રુપિયા સુધી તળિયે પણ જઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

Oil Indiaના શેર પર 33 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમાંથી 19 એક્સપર્ટનું કહેવું છે કે, આ કંપનીના શેર તમે સ્ટ્રોંગ સેલ કરો. તેમજ 7 એક્સપર્ટે કહ્યું કે, આ શેર હાલમાં હોલ્ડ પર રાખો. તેમજ 33માંથી માત્ર એક એક્સપર્ટનું કહેવું છે કે, આ કંપનીના શેર તમારી પાસે છે તો વેચી નાંખો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.