
શેરબજારમાં તેજી વચ્ચે Chennai Petroleum Corporation (CHENNPETRO) ના શેરમાં ફરી એકવાર મજબૂત ખરીદી જોવા મળી રહી છે. વીકલી ચાર્ટ પર સ્ટોકે મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ ઝોન તોડીને નવી ઊંચાઈ તરફ આગળ વધવાનો સંકેત આપ્યો છે. (ફોટો ક્રેડિટ-Tradingview)

Chennai Petroleum Corporation Ltd. (CHENNPETRO) ના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સોમવારના કારોબારમાં શેરે ₹1,224.90 નો નવો ઓલ-ટાઈમ હાઈ નોંધાવ્યો, જે પહેલા માત્ર એક જ વાર આ શેર 1219નો હાઈ લગાવી ચૂક્યો છે. ત્યારે આ સમયનો ઓલ ટાઈમ હાઈ કંપનીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે.(ફોટો ક્રેડિટ-Tradingview)

ઓલ ટાઈમ હાઈથી 5% પ્રાઈઝ ટ્રેડ કરી રહ્યો છે, તેમજ આજે નવા રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે. ટ્રેડિંગવ્યૂ ચાર્ટ અનુસાર, શેરે અગાઉના તમામ રેકોર્ડ તોડીને નવી ઊંચાઈ હાંસલ કરી છે. દિવસ દરમિયાન શેર ₹1,169.30 પર ખુલ્યો હતો અને મજબૂત ખરીદીના કારણે તે ₹1,224.90 સુધી પહોંચ્યો હતો. અંતે શેર ₹1,212.30 પર બંધ રહ્યો, જે અગાઉના ક્લોઝિંગની સરખામણીએ આશરે 2.6% નો વધારો દર્શાવે છે.(ફોટો ક્રેડિટ-Tradingview)

ટેકનિકલ દૃષ્ટિએ જોવામાં આવે તો સ્ટોક Higher High અને Higher Low પેટર્ન બનાવી રહ્યો છે, જે મજબૂત અપટ્રેન્ડનો સંકેત આપે છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી વધતા વોલ્યુમ સાથે ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે, જે રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે.

બજાર નિષ્ણાતોના મતે, ઓલ-ટાઈમ હાઈ પર પહોંચેલો સ્ટોક ઘણીવાર મજબૂત મોમેન્ટમ બતાવે છે, કારણ કે તેની ઉપર કોઈ ઐતિહાસિક રેઝિસ્ટન્સ રહેતું નથી. જોકે, રોકાણકારોએ નફાવસૂલી અને બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ.

નોંધ : અહીં આપેલી માહિતી ટેકનિકલ ચાર્ટને આધારે છે, TV9 Gujarati રોકાણકારોને ખરીદવાની કે વેચવાની સલાહ આપતુ નથી. તે માટે શેરમાર્કેટમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરુર લેવી.