
ઇક્વિટી માર્કેટ માટે ટ્રેડિંગનો સમય કામકાજના દિવસોમાં સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધીનો છે. વેપારીઓને 6 કલાક 15 મિનિટનો સમય મળે છે. શુક્રવારે (12 જુલાઈ)ના રોજ સ્થાનિક શેરબજારમાં શાનદાર સાપ્તાહિક બંધ રહ્યો હતો.

સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત મોમેન્ટમ સાથે બંધ થયા છે. સેન્સેક્સ 622 પોઈન્ટના વધારા સાથે જ્યારે નિફ્ટી 186 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. આ સપ્તાહની સુસ્તીને અવગણીને, બજારો નવો રેકોર્ડ હાઈ બનાવીને ઊંચી નોંધ પર બંધ થયા. નિફ્ટીએ આજે 24,592ના રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો હતો. સેન્સેક્સ પણ આજે 80,893ની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યો હતો.