Yes Bank ના રોકાણકારો થયા માલામાલ, શેરમાં આવ્યો 11 ટકાનો બમ્પર ઉછાળો

|

Feb 06, 2024 | 8:07 PM

યસ બેન્કમાં 6 ફેબ્રુઆરીના રોજ 11 ટકાનો બમ્પર વધારો જોવા મળ્યો હતો અને શેર બપોરે 12 વાગ્યે 25.35 રૂપિયા પર ટ્રેડ થયા હતા. યસ બેંકમાં લાંબા સમય બાદ આ પ્રકારનો ગ્રોથ જોવા મળ્યો છે. યસ બેન્કના શેર બજાર બંધ થયું ત્યારે 11.62 ટકાના વધારા સાથે 25.45 રૂપિયાના સ્તરે હતા.

1 / 5
યસ બેન્કમાં આજે 6 ફેબ્રુઆરીના રોજ 11 ટકાનો બમ્પર વધારો જોવા મળ્યો હતો અને શેર બપોરે 12 વાગ્યે 25.35 રૂપિયા પર ટ્રેડ થયા હતા. યસ બેંકમાં લાંબા સમય બાદ આ પ્રકારનો ગ્રોથ જોવા મળ્યો છે. યસ બેન્કના શેર બજાર બંધ થયું ત્યારે 11.62 ટકાના વધારા સાથે 25.45 રૂપિયાના સ્તરે બંધ થયા હતા.

2 / 5
યસ બેંકના શેરમાં વધારો થવાનું કારણ RBI નો નિર્ણય છે. જે મૂજબ HDFC બેંક ગ્રુપને યસ બેંકમાં 9.50 ટકા સુધીનો હિસ્સો રાખવાની મંજૂરી આપવામાં આવી છે. યસ બેંકે શેરબજારને જાણ કરી છે કે HDFC બેંક ગ્રુપને આરબીઆઈ દ્વારા સેબી રેગ્યુલેશન 2015ના નિયમન 30 મુજબ ક્રોસ હોલ્ડિંગ રાખવાની પરવાનગી આપવામાં આવી છે.

3 / 5
યસ બેંક ઉપરાંત HDFC ગ્રુપને RBI દ્વારા ઈન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક અને બંધન બેંકમાં તેનો હિસ્સો વધારીને 9.50 ટકા કરવાની મંજૂરી આપી છે.

4 / 5
RBI દ્વારા મંજૂરી HDFC AMC, ADFC એગ્રો અને HDFC લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા રોકાણ માટે છે. જો HDFC બેંક ગૃપ આગામી એક વર્ષમાં આ કંપનીઓમાં હિસ્સો હસ્તગત નહીં કરે, તો આ પરવાનગી આપમેળે રદ થઈ જશે.

5 / 5
યસ બેંક ખાનગી ક્ષેત્રની બેંક છે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની આવક 22,702 કરોડ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન કંપનીએ 736 કરોડનો નફો કર્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં, કંપનીએ 6,989 કરોડની આવક અને 243 કરોડનો નફો કર્યો હતો.

Next Photo Gallery