Gujarati News Photo gallery Stock Market Suzlon Energy Suzlon Energy share price Bumper Returns 427 percent in one year Multibagger Stocks
Suzlon એનર્જીના શેરનો ભાવ થશે 54 રૂપિયા! એક વર્ષમાં આપ્યું 427 ટકાનું મલ્ટીબેગર રિટર્ન
સુઝલોન એનર્જીના શેરમાં છેલ્લા 1 માસમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 6.24 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સુઝલોનના શેરે ઈન્વેસ્ટર્સને 27.65 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 137.91 ટકા વધ્યો હતો.
1 / 5
સુઝલોન એનર્જી લિમિટેડે ડિસેમ્બર ક્વાર્ટરમાં બમ્પર નફો કર્યો છે. કંપનીના ચોખ્ખા નફામાં ડિસેમ્બર ક્વાર્ટરમાં અંદાજે 160 ટકાનો વધારો થયો છે અને તે 203.04 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 78.28 કરોડ રૂપિયા હતો. ત્રિમાસિક પરિણામો બાદ સુઝલોન એનર્જી શેર્સમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો.
2 / 5
સુઝલોન એનર્જી લિમિટેડનો શેર 9 ફેબ્રુઆરીના રોજ 3.34 ટકા ઘટીને 47.70 ના સ્તર પર બંધ થયો હતો. શેર 49.35 ના સ્તર પર ખુલ્યો હતો અને 49.40 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.31 ટકાના ઘટાડા સાથે 47.70 રૂપિયા પર બંધ થયો હતો.
3 / 5
સુઝલોન એનર્જીના શેરમાં છેલ્લા 1 માસમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 6.24 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સુઝલોનના શેરે ઈન્વેસ્ટર્સને 27.65 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 137.91 ટકા વધ્યો હતો.
4 / 5
જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 427.07 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 38.65 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 50.60 રૂપિયા છે અને 52 સપ્તાહનું લો લેવલ 6.95 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 64,332.97 કરોડ રૂપિયા છે.
5 / 5
શેરબજારના જાણકારોના મતે સુઝલોન એનર્જી લિમિટેડના શેરમાં વધારો થવાની શક્યતા છે. જેએમ ફાઇનાન્શિયલ દ્વારા આ શેર પર 54 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)