
એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુઝલોન એનર્જી પર નજર રાખતા 5 નિષ્ણાતોએ તેને ખરીદવાની સલાહ આપી છે. ICICI સિક્યોરિટીઝ અને મોર્ગન સ્ટેનલીએ અનુક્રમે રૂ. 60 અને રૂ. 58.5ના લક્ષ્યાંક ભાવ નક્કી કર્યા છે. હાલમાં કંપનીના શેર સમાન સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

સુઝલોન એનર્જીના સ્થાનીય રોકાણકારો માટે અત્યાર સુધીનું આ એક શાનદાર વર્ષ રહ્યું છે. 2024માં કંપનીના શેરની કિંમતમાં 47 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, શેરબજારમાં કંપનીનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 56.45 રૂપિયા અને 52 સપ્તાહનું નિમ્ન સ્તર 56.73 રૂપિયા છે. કંપનીના શેર આજે 52 સપ્તાહની ઊંચી સપાટીએ હતા. સુઝલોન એનર્જીનું માર્કેટ કેપ રૂ. 75,618.11 કરોડ છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 4:42 pm, Fri, 5 July 24