
રિપોર્ટમાં જણાવાયું છે કે, હવે હોટેલ સેક્ટર તેમજ રોકાણકારો માટે તકો ઊભી થઈ રહી છે. B&K Securities દ્વારા Indian Hotels Company માં 860 ના લક્ષ્ય સાથે રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ ARR એટલે કે એવરેજ રૂમ રેન્ટ ગ્રોથ અને ઓક્યુપન્સીમાં સુધારાના કારણે કંપની અંગે સકારાત્મક વલણ બનાવાયું છે.

વધુમાં Chalet Hotels માં 1100 ના લક્ષ્ય સાથે રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ બિઝનેસ પર ફોકસ કરેલી જગ્યાઓ પર હોટેલ્સની હાજરી તેના માટે એક મોટું પોઝિટિવ ફેક્ટર છે. આ સાથે જ કંપનીને તેની મહત્વપૂર્ણ ભાગીદારીમાંથી પણ ફાયદો મળશે.

આ ઉપરાંત Lemon Tree Hotels માં પણ 190 ના લક્ષ્ય સાથે રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ કંપનીની મિડ માર્કેટમાં મજબૂત સ્થિતિ છે અને આ સેગ્મેન્ટ ઝડપથી ગ્રોથ કરી રહ્યો છે.