
બ્રોકરેજ હાઉસ જેએમ ફાઇનાન્શિયલે આ શેરમાં 64 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે, જે વર્તમાન કિંમત (44 રૂપિયા) થી 45 ટકા વધુ છે. બ્રોકરેજ હાઉસ જેએમ ફાઇનાન્શિયલના જણાવ્યા અનુસાર, ભારતનું રિન્યુએબલ એનર્જી સેક્ટર છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણી સમસ્યાઓ (સાઈન ન થયેલા PPA-પાવર પરચેઝ એગ્રીમેન્ટ, વધતી જતી પડતર કિંમત, ગ્રીડ કનેક્ટિવિટીની સમસ્યા અને ઓછા ટેન્ડરો) સામે ઝઝૂમી રહ્યું છે.

આ તમામની અસર પ્રોજેક્ટ્સની ગતિ પર પડી છે. લગભગ તમામ પાવર કંપનીઓ 3QFY26 માં પોતાના નિર્ધારિત લક્ષ્યાંક અથવા બજારની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. વિન્ડ એનર્જી સેક્ટરને જમીન અને રાઇટ ઓફ વે (RoW) જેવી વધારાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે આ સેક્ટર સ્થિર અને જરૂરિયાતના સમયે વીજળી પૂરી પાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

છેલ્લા સાત ક્વાર્ટરમાં 3,175 મેગાવોટ (MW) ઉપકરણોની ડિલિવરી થઈ હતી પરંતુ તેમાંથી માત્ર 778 મેગાવોટનું જ કંપની દ્વારા કમિશનિંગ (એટલે કે પ્રોજેક્ટ કાર્યરત) કરવામાં આવ્યું છે. કંપનીએ અંબુજા સિમેન્ટ્સના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અજય કપૂરને ગ્રુપ CEO તરીકે નિયુક્ત કર્યા છે. 'જેપી ચાલાસાની' જેઓ અગાઉ ગ્રુપ CEO હતા, તેમને હવે ગ્રુપ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય બનાવવામાં આવ્યા છે. અગાઉ, ગુરપ્રતાપ એસ. બોપારાય મેન્યુફેક્ચરિંગના CEO તરીકે જોડાયા હતા અને ઓઇલ સેક્ટરના અનુભવી વિવેક શ્રીવાસ્તવ વિન્ડ ટર્બાઇન જનરેટર ડિવિઝનના CEO બન્યા હતા.

કેટલાંક પડકારો હોવા છતાં બ્રોકરેજે 'Suzlon' માટે પોતાનું 'BUY' રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે આ શેર માટે ₹64 ની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે, જે નાણાકીય વર્ષ 2028 (FY28) ની અંદાજિત પ્રતિ શેર કમાણી (EPS) ના 25 ગણા મૂલ્યાંકન પર આધારિત છે. શેરની હાલની કિંમત ₹44 છે, તે મુજબ રોકાણકારોને આ શેરમાં 45 ટકા વળતર મળવાની શક્યતા છે.

ચાર્ટ મુજબ, આ સ્ટોક માટે વિશ્લેષકો ખૂબ જ આશાવાદી જણાઈ રહ્યા છે. હાલમાં આ શેર તેની 43.18 INR ની કિંમત પર ટ્રેડ થઈ રહ્યો છે પરંતુ આગામી એક વર્ષ માટે તેની સરેરાશ ટાર્ગેટ પ્રાઈસ 63.45 INR રાખવામાં આવેલ છે, જે વર્તમાન ભાવથી અંદાજે 46.95% ના ઉછાળાનો સંકેત આપે છે.

નિષ્ણાતોના મતે, આ સ્ટોક વધુમાં વધુ 78.00 INR સુધી જઈ શકે છે અને ઓછામાં ઓછો 52.00 INR સુધી રહેવાનો અંદાજ છે.આ દર્શાવે છે કે, શેરના ભાવમાં નીચલા સ્તરે પણ વૃદ્ધિની પૂરેપૂરી શક્યતા છે.