
ગયા સપ્તાહે BSE ના 30 શેરોવાળા સેન્સેક્સમાં 663.35 પોઈન્ટ અથવા 0.90 ટકાનો વધારો થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165.7 પોઈન્ટ અથવા 0.74 ટકા વધ્યો હતો. BSE અને NSE એ પ્રાથમિક સાઈટ પર મોટી વિક્ષેપ અથવા નિષ્ફળતાનો સામનો કરવા માટે તેમની તૈયારીની ચકાસણી કરવા શનિવારે ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ખાસ ટ્રેડિંગ સત્રનું આયોજન કર્યું હતું.

સપ્તાહ દરમિયાન TCSનું માર્કેટ કેપ 19,881.39 કરોડ રૂપિયા વધ્યું હતું અને કુલ માર્કેટ કેપ વધીને 14,85,912.36 કરોડ રૂપિયા થયું હતું. આ ઉપરાંત ICICI બેન્કે સપ્તાહ દરમિયાન 15,672.82 કરોડ રૂપિયા ઉમેર્યા હતા અને તેનું માર્કેટ કેપ 7,60,481.54 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું.
Published On - 1:15 pm, Sun, 3 March 24