
US બોન્ડ્સ પર વ્યાજ ઊંચું રહેશે ત્યાં સુધી FPIs દ્વારા વેચાણ ચાલુ રહેવાની શક્યતા છે. FPIsની ચાલુ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી ડેટની ખરીદી પણ ચાલુ છે. FPIs એ 16 ફેબ્રુઆરી સુધીમાં કુલ 16,559 કરોડ રૂપિયાનું દેવું ખરીદ્યું છે. તેમણે કહ્યું કે આ ટ્રેન્ડ પણ ચાલુ રહેવાની શક્યતા છે.

યુએસ બોન્ડ્સ પર વધતા વ્યાજને કારણે FPIs ઈક્વિટીમાં વેચાણ ચાલુ રાખશે. પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીને કારણે FII આક્રમક રીતે વેચાણ કરી રહ્યાં નથી, તેનાથી બજાર નિયંત્રણમાં છે. ભારતીય શેરબજારનું વેલ્યુએશન ઘણું મોંઘું છે. આ કારણે શેરબજારના ઘણા નિષ્ણાતો સ્ટોક માર્કેટમાં ઘટાડાની આગાહી કરી રહ્યા છે.