શેરબજારમાં થયો મોટો કડાકો, સેન્સેક્સ 736 પોઈન્ટ અને નિફ્ટી 238 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

|

Mar 19, 2024 | 4:45 PM

એશિયાના લગભગ બધા જ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા છે. શાંઘાઈ, હોંગકોંગ, બેંગકોક અને સિઓલના બજાર રેડ ઝોનમાં બંધ થયા છે. આ ઉપરાંત ટોક્યો અને જકાર્તાના બજારો પણ લાલ નિશાનમાં બંધ થયા છે. ગઈકાલે અમેરિકન સ્ટોક માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો.

1 / 5
શેરબજારમાં આજે 19 માર્ચના રોજ મોટો કડાકો જોવા મળ્યો છે. બજારના તમામ મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 736 પોઈન્ટ્સ અથવા 1.01 ટકા ઘટીને 72,012.05 પર અને નિફ્ટી 238.25 પોઈન્ટ્સ અથવા 1.08 ટકા ઘટીને 21,817.45 પર છે. બેંક નિફ્ટીમાં 0.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

2 / 5
બજારમાં આજે સેલીંગનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. NSE પર 598 શેર ગ્રીન ઝોનમાં અને 1646 શેર રેડ ઝોનમાં બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ બંને સૂચકાંકો 1 ટકાથી વધારે ઘટ્યા હતા. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1.24 ટકા અથવા 575 પોઈન્ટના ઘટાડા સાથે 45,926 પોઈન્ટ પર બંધ થયા છે.

3 / 5
જો નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્ષની વાત કરીએ તો તેમાં 175 પોઈન્ટ અથવા 1.19 ટકાના ઘટાડા સાથે 14,586 પોઈન્ટ પર બંધ થયો હતો. આ ઉપરાંત વેચવાલીની સૌથી વધારે અસર IT, ફાર્મા, FMCG, MNC, એનર્જી, રિયલ્ટી, મીડિયા અને ઓટો શેરોમાં જોવા મળી હતી.

4 / 5
સેન્સેક્સ પેકમાં બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, ICICI બેંક, ભારતી એરટેલ, HDFC બેંક, બજાજ ફિનસર્વ અને ટાઇટનના શેર વધારા સાથે બંધ થયા હતા. JSW સ્ટીલ, મારુતિ સુઝુકી, M&M, ટાટા સ્ટીલ, રિલાયન્સ, એક્સિસ બેંક, SBI, NTPC, એશિયન પેઇન્ટ્સ, HUL, ટાટા મોટર્સ, L&T, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, ITC, પાવર ગ્રીડ, ઇન્ફોસિસ, HCL ટેક, વિપ્રો ઈન્ડસઈન્ડ બેંક, નેસ્લે અને TCSના શેર ઘટીને બંધ થયા હતા.

5 / 5
એશિયાના લગભગ બધા જ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા છે. શાંઘાઈ, હોંગકોંગ, બેંગકોક અને સિઓલના બજાર રેડ ઝોનમાં બંધ થયા છે. આ ઉપરાંત ટોક્યો અને જકાર્તાના બજારો પણ લાલ નિશાનમાં બંધ થયા છે. ગઈકાલે અમેરિકન સ્ટોક માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. યુરોપના બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

Next Photo Gallery