450 કરોડનો નવો ‘IPO’… રોકાણકારો માટે કમાણીનો ‘મોટો મોકો’, ગ્રે માર્કેટમાં 19% પ્રીમિયમ સાથે જોરદાર તેજીના સંકેત

જો તમે પણ શેરબજારમાં IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક નવી તક આવી રહી છે. લોજિસ્ટિક્સ અને કોલસા ખનન સેક્ટરમાં કામ કરતી કંપની નવો IPO લઈને આવી રહી છે. આ IPO 17 જુલાઈથી રોકાણકારો માટે ખુલશે. ખાસ વાત એ છે કે, ગ્રે માર્કેટમાં પણ આ કંપનીને લઈને રોકાણકારોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

| Updated on: Jul 15, 2026 | 6:45 PM
1 / 7
લોજિસ્ટિક્સ સેક્ટરની વન-સ્ટોપ સર્વિસ પ્રોવાઈડર કંપનીનો આઈપીઓ (IPO) પબ્લિક સબ્સ્ક્રિપ્શન માટે 17 જુલાઈએ ખુલી રહ્યો છે. આ IPO માટે 21 જુલાઈ સુધી સબ્સ્ક્રાઇબ કરી શકાશે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ 402 થી 450 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે, જ્યારે ઇશ્યૂ સાઇઝ 450 કરોડ રૂપિયા છે. આમાં 50 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ છે, જ્યારે 400 કરોડ રૂપિયાના શેર OFS દ્વારા વેચવામાં આવશે.

2 / 7
IPO પછી અપર પ્રાઇસ બેન્ડ પર તેનું માર્કેટ કેપ 2,772 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. આ IPO માં લોટ સાઇઝ 35 શેરની છે. IPO માં QIB માટે 50% હિસ્સો અનામત (રિઝર્વ) રાખવામાં આવ્યો છે. રિટેલ રોકાણકારો માટે 35% હિસ્સો અનામત છે, જ્યારે NII માટે આમાં 15% હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, 24 જુલાઈએ કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટ થશે. Caliber Mining IPO ને લઈને ગ્રે માર્કેટમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. 15 જુલાઈએ સવારે 11:45 વાગ્યે ગ્રે માર્કેટમાં આ IPO નું પ્રીમિયમ 80 રૂપિયા જોવા મળી રહ્યું છે, જે 424 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડના હિસાબે 19 ટકા છે. આ સંકેત આપી રહ્યું છે કે, શેરબજારમાં સ્ટોકનું લિસ્ટિંગ 504 રૂપિયા પર થઈ શકે છે.

3 / 7
બ્રોકરેજ હાઉસ SBI સિક્યોરિટીઝે (SBI Securities) IPO માં સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. કેલિબર એક માઇનિંગ ઓપરેટર છે, જે ઓવરબર્ડન (નકામી માટી/પથ્થર) હટાવવા, કોલસો નિકાળવા અને કોલસાના લોજિસ્ટિક્સ જેવી તમામ સેવાઓ એકસાથે પૂરી પાડે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024 થી 2026 (FY24 થી FY26) દરમિયાન રેવન્યુ, EBITDA અને એડજસ્ટેડ PAT માં અનુક્રમે 32.7%, 33.1% અને 30.6% નો વાર્ષિક સરેરાશ ગ્રોથ (CAGR) નોંધાવ્યો છે.

4 / 7
આગળ જતાં કંપની પોતાના આશરે 208 કરોડ રૂપિયાના દેવાની ચૂકવણી કરવાની યોજના બનાવી રહી છે, જેનાથી તેની પ્રોફિટેબિલિટી (નફાકારકતા) વધુ સારી થવાની આશા છે. આ સિવાય, દેવું ચૂકવ્યા પછી નાણાકીય વર્ષ 2027 (FY27) માં કંપનીનો ડેટ-ટુ-ઇક્વિટી (D/E) રેશિયો નાણાકીય વર્ષ 2026 ના 1.6 ગણાથી ઘટીને 1 ગણા કરતા પણ ઓછો રહેવાની સંભાવના છે.

5 / 7
IPO દ્વારા એકત્રિત કરવામાં આવેલા ફંડનો ઉપયોગ કંપની પોતાના બિઝનેસના વિસ્તરણ માટે નવા કમર્શિયલ વ્હિકલ્સ (વ્યાપારી વાહનો) અને મશીનો ખરીદવા માટે પણ કરશે. 424 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડ પર આ IPO, ઇશ્યૂ પછીની મૂડીના આધારે 7.7 ગણા EV/EBITDA વેલ્યુએશન પર ઉપલબ્ધ છે. બ્રોકરેજે રોકાણકારોને કટ-ઓફ પ્રાઇસ પર આ IPO માં સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. Caliber Mining and Logistics કોલસા ખનન અને લોજિસ્ટિક્સ સેક્ટરની વન-સ્ટોપ સર્વિસ પ્રોવાઈડર કંપની છે. તે કોલસો નિકાળવા, ઓવરબર્ડન હટાવવા, કોલસાનું લોડિંગ અને અનલોડિંગ, રોડ માર્ગે ટ્રાન્સપોર્ટેશન અને રેલ ટ્રાન્સપોર્ટના સંકલન જેવી તમામ સર્વિસ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે.

6 / 7
કંપનીનો માઇનિંગ અને ઓવરબર્ડન હટાવવાનો બિઝનેસ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ફેલાયેલો છે. તેના સૌથી મોટા ગ્રાહકો કોલ ઇન્ડિયા લિમિટેડ (Coal India) ની પેટાકંપનીઓ વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ અને નોર્ધર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ છે. લોજિસ્ટિક્સ બિઝનેસમાં કંપની મુખ્યત્વે કોલસાના લોડિંગ-અનલોડિંગ અને રેલ ટ્રાન્સપોર્ટ પર ફોકસ કરે છે. એપ્રિલ 2026 સુધીમાં કંપની પાસે પોતાના 1,811 વાહન અને 100 લીઝ પર લીધેલા વાહનો તેમજ પ્લાન્ટ અને મશીનરી ઉપલબ્ધ હતા, જેની મદદથી તે પોતાની સેવાઓ પ્રદાન કરે છે.

7 / 7
નાણાકીય વર્ષ 2025 માં કંપનીની રેવન્યુ, ખર્ચ અને નફો અનુક્રમે 1,435.57 કરોડ, 1258.38 કરોડ અને 131.55 કરોડ રૂપિયા રહ્યા હતા. વધુમાં નાણાકીય વર્ષ 2026 માં રેવન્યુ, ખર્ચ અને નફો અનુક્રમે 1684.66 કરોડ, 1465.01 કરોડ અને 157.90 કરોડ રૂપિયા રહ્યા હતા.

Follow Us