
નિફ્ટીમાં ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ ટોપ લૂઝર છે. જ્યારે આઇશર મોટર્સના શેર 4 ટકના વધારા સાથે ટોપ ગેનર છે. ગઈકાલે મંગળવારે સેન્સેક્સ 736 પોઈન્ટ ઘટીને 72,012 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 238.25 પોઈન્ટ્સ અથવા 1.08 ટકા ઘટીને 21,817.45 પર બંધ થયો હતો. બેંક નિફ્ટીમાં 0.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

અહીં ફોટોમાં હાઈલાઈટ કરેલા સુપર ટ્રેન્ડ ઈન્ડીકેટરમાં દર્શાવ્યા મૂજબ આવનારા 8 થી 10 દિવસમાં નિફ્ટી 50 માં મોટો ઘટાડો આવવાના સંકેત જોવા મળી રહ્યા છે. જો શેરબજારમાં મોટો ઘટાડો આવે છે તો રોકાણકારોને ઘણી મોટી કંપનીના શેર સસ્તા ભાવમાં ખરીદવાની તક મળશે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)