Gujarati News Photo gallery Stock Market HDFC Bank HDFC Bank Share Price Down investors Shares took hit again down 16 percent in January 2024
HDFC બેંકના શેરે રોકાણકારોને રડાવ્યા! આજે ફરી શેર પટકાયા, જાન્યુઆરીમાં થયો 16 ટકાનો ઘટાડો
22 જાન્યુઆરી, 2021 ના રોજ શેરના ભાવ 1443 રૂપિયા હતા. આજે 23 જાન્યુઆરીના રોજ 3 વર્ષ બાદ શેરના ભાવ 1430 રૂપિયા છે. તેથી શેરે છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને નુકશાન કરાવ્યું છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો HDFC બેન્કે રોકાણકારોને 15.60 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.
1 / 5
આજે 23 જાન્યુઆરીના રોજ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળનું એક કારણ HDFC બેંકમાં વેચવાલી હોવાનું માનવામાં આવે છે. આજે HDFC બેન્ક 3.24 ટકા ઘટીને 1430 રૂપિયાની 52 વીકની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
2 / 5
HDFC બેંકના શેર એવા સમયે નીચી સપાટીએ પહોંચ્યા જ્યારે શેરબજાર તેના હાઈ લેવલથી 2-4 ટકા નીચે ટ્રેડ કરી રહ્યાં છે. શેર માર્કેટમાં છેલ્લા 3 વર્ષમાં જોરદાર વધારો થયો છે, પરંતુ HDFC બેન્કે રોકાણકારોને નિરાશ કર્યા છે.
3 / 5
22 જાન્યુઆરી, 2021 ના રોજ શેરના ભાવ 1443 રૂપિયા હતા. આજે 23 જાન્યુઆરીના રોજ 3 વર્ષ બાદ શેરના ભાવ 1430 રૂપિયા છે. તેથી શેરે છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને નુકશાન કરાવ્યું છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો HDFC બેન્કે રોકાણકારોને 15.60 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. 24 જાન્યુઆરી 2023 ના રોજ ભાવ 1695.50 રૂપિયા હતા, જ્યારે આજે 1430 રૂપિયા છે.
4 / 5
જો છેલ્લા 6 માસની વાત કરીએ તો 14.74 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે. HDFC બેન્કના શેરના ભાવમાં માત્ર જાન્યુઆરીમાં જ 15.73% નો ઘટાડો થયો છે. 1 જાન્યુઆરીએ શેરના ભાવ 1698 રૂપિયા હતી, જે હાલ 1430 રૂપિયા છે.
5 / 5
HDFC બેંકમાં ઘટાડાનું મુખ્ય કારણ કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા નબળા ત્રિમાસિક પરિણામો છે. જે બાદ શેરના ભાવ સતત ગબડી રહ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ પહેલા HDFC બેન્કના શેરમાં 10% થી વધુનો વધારો થયો હતો.
Published On - 8:01 pm, Tue, 23 January 24