
જો NSE ની વાત કરીએ તો તેના પર પણ 52 વીક હાઈ લેવલ 23.05 રૂપિયા છે. NSE પર યસ બેન્કના શેર 21.50 રૂપિયા પર ખુલ્યો અને 23 રૂપિયાના હાઈ લેવલ પર ગયો હતો. આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ તે 5 ટકાના વધારા સાથે 22.60 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. યસ બેંકનું માર્કેટ કેપ 65,000 કરોડ રૂપિયાથી વધારે છે.

જેસી ફ્લાવર્સ એઆરસીની રચના મે, 2015માં કરવામાં આવી હતી. યસ બેંકે નવેમ્બર 2022માં JC ફ્લાવર્સ ARCમાં 9.9 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદ્યો હતો. ત્યારબાદ જેસી ફ્લાવર્સ એઆરસીમાં કેટલીક કોર્પોરેટ પ્રોસેસને કારણે ઘટીને 5.01 ટકા થયો હતો. યસ બેંકે ઓક્ટોબર 2023માં ફરી JC ફ્લાવર્સ ARCમાં 2.4 કરોડ વધારાના શેર ખરીદીને તેનો હિસ્સો વધારીને 9.9 ટકા કર્યો હતો.
Published On - 2:45 pm, Mon, 1 January 24