
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો JBM ઓટોના શેરે ઈન્વેસ્ટર્સને 802.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 52.21 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 302.75 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1759 રૂપિયાનું વળતર આપ્યું છે. JBM ઓટોના શેરે છેલ્લા 5 વર્ષમાં 2112.14 ટકાનું રિટર્ન આપ્યું છે.

JBM ઓટો લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 67.5 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 29.6 ટકા છે. કંપનીમાં કુલ 89,478 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 27,722 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 2055 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 151 કરોડ રૂપિયા છે.
Published On - 4:13 pm, Mon, 19 February 24