શેરહોલ્ડર્સની બલ્લે-બલ્લે! આ દિગ્ગજ કંપની આપશે ₹240 નું ‘રેકોર્ડબ્રેક ડિવિડન્ડ’, ‘Stock’ રોકાણકારોની નજરે ચડ્યો

દેશની અગ્રણી સિમેન્ટ કંપનીએ તેના શેરહોલ્ડર્સ માટે પ્રતિ શેર ₹240 ના રેકોર્ડબ્રેક ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ પોતાના મજબૂત ત્રિમાસિક પરિણામોની સાથે જ આ ડિવિડન્ડની જાહેરાત કરતાં શેરહોલ્ડર્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

| Updated on: Jul 25, 2026 | 1:28 PM
1 / 6
આદિત્ય બિરલા ગ્રુપની કંપનીના શેરહોલ્ડર્સને નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર રૂ. 240 નું શાનદાર ફાઈનલ ડિવિડન્ડ મળવાનું છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ છે. આની રેકોર્ડ ડેટ 30 જુલાઈ છે. આ તારીખ સુધી જે લોકોના નામ શેરના લાભાર્થી માલિકો તરીકે કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યા હશે, તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર બનશે.

2 / 6
આ ફાઈનલ ડિવિડન્ડને કંપનીના બોર્ડ દ્વારા એપ્રિલ મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી. તેના પર 17 ઓગસ્ટે કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરહોલ્ડર્સની મંજૂરી લેવામાં આવશે અને ત્યારબાદ ચુકવણી કરવામાં આવશે.

3 / 6
અલ્ટ્રાટેક સિમેન્ટે નાણાકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર રૂ. 77.50 નું ફાઈનલ ડિવિડન્ડ આપ્યું હતું. ખાસ વાત એ છે કે, શેરની ફેસ વેલ્યૂ રૂ. 10 છે. અલ્ટ્રાટેક સિમેન્ટનો Stock શુક્રવાર 24 જુલાઈએ BSE પર રૂ. 11,839.55 પર બંધ થયો હતો. કંપનીની માર્કેટ કેપ રૂ. 3.48 લાખ કરોડથી વધુ છે. શેરનો 52 સપ્તાહનો એડજસ્ટેડ હાઈ (High) રૂ. 13,104 અને એડજસ્ટેડ લો (Low) રૂ. 10, 329 છે.

4 / 6
અલ્ટ્રાટેક સિમેન્ટમાં જૂન 2026 ના અંત સુધીમાં પ્રમોટર્સ પાસે 19.33 ટકા જેટલી હિસ્સેદારી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટનો એપ્રિલ-જૂન 2026 ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે લગભગ 17 ટકા વધી ગયો છે. આ આંકડો રૂ. 2599.28 કરોડ રહ્યો, જે એક વર્ષ પહેલાં રૂ. 2225.90 કરોડ હતો. ઓપરેશન્સમાંથી કન્સોલિડેટેડ રેવન્યુ 16 ટકાના વધારા સાથે રૂ. 24,648.20 કરોડ થઈ ગઈ છે.

5 / 6
જૂન 2025 ના ત્રિમાસિક ગાળામાં તે રૂ. 21,275.45 કરોડ હતી. જૂન 2026 ત્રિમાસિક ગાળામાં કુલ ખર્ચ વધીને રૂ. 21286.19 કરોડ રહ્યો, જે એક વર્ષ પહેલાં રૂ. 18405.19 કરોડ હતો. તાજેતરમાં જ અલ્ટ્રાટેક સિમેન્ટના બોર્ડે વિવેક અગ્રવાલને 2 વર્ષ માટે હોલ-ટાઈમ ડિરેક્ટર અને ચીફ માર્કેટિંગ ઓફિસર તરીકે ફરીથી નિમણૂક કરવાની મંજૂરી આપી છે.

6 / 6
વિવેક અગ્રવાલનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2027 થી લઈને 31 ડિસેમ્બર 2028 સુધીનો રહેશે. આ પુનઃનિમણૂક પર હજુ શેરહોલ્ડર્સની મંજૂરી લેવાની બાકી છે. અગ્રવાલ છેલ્લા 30 થી વધુ વર્ષોથી અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે જોડાયેલા છે. તેમણે વર્ષ 1993 માં કંપની જોઈન કરી હતી.

Follow Us