
19 ફેબ્રુઆરી 2025 ના રોજ માઝાગોન ડોક શિપબિલ્ડર્સનો સ્ટોક 52 અઠવાડિયાના નીચલા સ્તરે એટલે કે ₹1917 પર પહોંચ્યો હતો, જ્યારે '29 મે'ના રોજ તે ₹3778 ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

ટેકનિકલ વિશ્લેષણની વાત કરીએ તો, માઝાગોન ડોક સ્ટોકનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) 49.5 છે, જે દર્શાવે છે કે તે ન તો ઓવરબોટ ઝોનમાં છે અને ન તો ઓવરસોલ્ડ ઝોનમાં છે.

માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની શિપયાર્ડ કંપની છે. કંપની મુખ્યત્વે યુદ્ધ જહાજો, સબમરીનનું નિર્માણ અને તેનું રિપેર કામ કરે છે. વધુમાં જોઈએ તો, કંપની વેપારિક ગ્રાહકો માટે કાર્ગો જહાજો, બોટ, બાર્જ, સપોર્ટ વેસલ, ડ્રેજર અને પાણીના ટેન્કર જેવા જહાજો પણ બનાવે છે.

આનંદ રાઠી શેર્સ અને સ્ટોક બ્રોકર્સના ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ જીગર એસ પટેલ કહે છે કે, માઝાગોન ડોક સ્ટોકે ₹ 3300–₹ 3400 ની રેન્જમાં મજબૂત આધાર બનાવ્યો છે. સ્ટોક પર 'બાય કોલ' આપતાં તેમણે કહ્યું કે, ટેકનિકલ સૂચકાંકો અપટ્રેન્ડ તરફ ઈશારો કરી રહ્યા છે. ભવિષ્યમાં આ સ્ટોક ₹ 3600 સુધી જઈ શકે છે.

એન્ટિક સ્ટોક બ્રોકિંગે પણ આ સ્ટોક પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹3858 રાખી છે. બ્રોકરેજ કહે છે કે, શ્રીલંકાની સૌથી મોટી શિપયાર્ડ કંપની 'કોલંબો ડોકયાર્ડ'માં 51% હિસ્સો ખરીદવો એ માઝાગોન ડોક માટે એક વ્યૂહાત્મક પગલું છે.