Stock Market: એપ્રિલમાં મળશે તગડું ડિવિડન્ડ! આ કંપનીએ ‘ફાઈનલ ડિવિડન્ડ’ જાહેર કર્યું, જાણો ક્યારે આવશે ખાતામાં રકમ

ભારતની અગ્રણી રેટિંગ એજન્સી અને ગ્લોબલ એનાલિટિક્સ કંપનીએ તેના રોકાણકારો માટે એક મોટી જાહેરાત કરી છે. કંપની નાણાકીય વર્ષ 2025 માટે તેના શેરધારકોને 'ફાઈનલ ડિવિડન્ડ' આપવા જઈ રહી છે.

| Updated on: Mar 14, 2026 | 6:32 PM
1 / 5
અગ્રણી ગ્લોબલ એનાલિટિક્સ અને ભારતની પ્રથમ ક્રેડિટ રેટિંગ એજન્સી કંપનીએ નાણાકીય વર્ષ 2025 માટે શેરદીઠ 28 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ આપવાની છે. આ માટે રેકોર્ડ ડેટ 3 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી જે શેરધારકોના નામ કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં લાભાર્થી માલિકો તરીકે નોંધાયેલા હશે, તેઓ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર રહેશે.

2 / 5
કંપનીએ આ ડિવિડન્ડની જાહેરાત ફેબ્રુઆરી મહિનામાં કરી હતી. એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યા અનુસાર, જો 17 એપ્રિલના રોજ યોજાનારી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં શેરધારકો દ્વારા ફાઈનલ ડિવિડન્ડને મંજૂરી મળી જશે, તો તેનું પેમેન્ટ 23 એપ્રિલ 2026 ના રોજ કરવામાં આવશે.

3 / 5
અગાઉ, કંપની નાણાકીય વર્ષ 2025 માટે 16 રૂપિયા, 9 રૂપિયા અને 8 રૂપિયાનું વચગાળાનું (Interim) ડિવિડન્ડ આપી ચૂકી છે. શેરની ફેસ વેલ્યુ હાલમાં 1 રૂપિયો છે. BSE પર કંપનીના શેરની વર્તમાન કિંમત 4,165.40 રૂપિયા છે અને કંપનીની માર્કેટ કેપ 30,400 કરોડ રૂપિયાથી વધુ છે. BSE ના ડેટા મુજબ, છેલ્લા 6 મહિનામાં આ શેર 17 ટકા નીચે આવ્યો છે. BSE પર શેરની 52 સપ્તાહની એડજસ્ટેડ હાઈ સપાટી 6,329.95 રૂપિયા અને એડજસ્ટેડ લો (Low) સપાટી 3,893.85 રૂપિયા છે.

4 / 5
ડિસેમ્બર 2025 ના અંત સુધીમાં કંપનીમાં પ્રમોટર્સ 66.64 ટકા હિસ્સો ધરાવતા હતા. પબ્લિક શેરહોલ્ડર્સની વાત કરીએ તો, મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે 6.55 ટકા, બેંકો પાસે 0.03 ટકા અને વીમા કંપનીઓ પાસે 5.14 ટકા હિસ્સો હતો. આટલું જ નહીં, ડિસેમ્બર 2025 ના ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં કંપનીમાં રેખા ઝુનઝુનવાલા પણ 5.19 ટકા હિસ્સો ધરાવતી હતી.

5 / 5
ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ના ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ધોરણે CRISIL Limited ની આવક (રેવન્યુ) 511.76 કરોડ રૂપિયા રહી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીએ 153.42 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 2025 દરમિયાન સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીની કુલ આવક 1,796.50 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 614.87 કરોડ રૂપિયા રહ્યો હતો.