કંડક્ટર અને કેબલ બનાવતી આ કંપની આપશે ₹60 નું ‘મોટું ડિવિડન્ડ’, રેકોર્ડ ડેટ નજીક આવતા જ ખરીદવાની લાગી હોડ

શેરબજારમાં મલ્ટીબેગર સ્ટોક્સ તો ઘણા જોયા હશે પરંતુ એક એવી ભારતીય કંપની છે, જેણે પોતાના રોકાણકારોના પૈસા માત્ર 5 વર્ષમાં 2,600% સુધી વધારી દીધા છે. એટલું જ નહીં, વર્ષ 2026 માં આ શેરે પોતાના શેરહોલ્ડર્સના નાણાં બમણા કરી બતાવ્યા છે. કંડક્ટર, કેબલ અને ટેલિકોમ સેક્ટરમાં ગ્લોબલ લીડર ગણાતી આ ધાકડ કંપનીએ હવે પોતાના શેરધારકો માટે પ્રતિ શેર ₹60 ના મોટા ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી દીધી છે.

| Updated on: Sep 05, 2026 | 9:00 PM
1 / 5
કંડક્ટર અને કેબલ બનાવતી કંપની APAR Industries ના શેરહોલ્ડર્સને નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર 60 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ મળવાનું છે. આ માટેની રેકોર્ડ ડેટ 14 સપ્ટેમ્બર છે. આ તારીખ સુધી જે લોકોના નામ શેરોના લાભાર્થી માલિકો તરીકે કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડ્સમાં નોંધાયેલા હશે, તેઓ ડિવિડન્ડ માટે હકદાર બનશે. બીજું કે, શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે.

2 / 5
કંપનીની 21 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં ફાઇનલ ડિવિડન્ડ પર શેરહોલ્ડર્સની મંજૂરી લેવામાં આવશે. જણાવી દઈએ કે, મંજૂરી મળ્યા બાદ ચૂકવણી કરવામાં આવશે. આ પહેલા APAR Industries એ નાણાકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર 51 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું હતું.

3 / 5
APAR Industries કંડક્ટર, કેબલ, સ્પેશિયાલિટી ઓઇલ્સ, પોલિમર અને લ્યુબ્રિકન્ટ્સમાં ગ્લોબલ લીડર હોવાનો દાવો કરે છે. તે ટેલિકોમ સોલ્યુશન્સ જેવા કે; ઓપ્ટિકલ ફાઇબર કેબલ, LAN કેબલ્સ, બેટરી, ટાયરના બિઝનેસમાં પણ જોડાયેલ છે. કંપનીની શરૂઆત વર્ષ 1958 માં થઈ હતી. તેની પાસે 11 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે. ખાસ વાત એ છે કે, APAR Industries ની પહોંચ 140 થી વધુ દેશમાં છે.

4 / 5
કંપનીના શેરની કિંમત હાલમાં BSE પર 17,412.20 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 72,900 કરોડ રૂપિયા છે. BSE પર શેરનો 52 અઠવાડિયાનો એડજસ્ટેડ હાઇ 18,432.40 રૂપિયા અને એડજસ્ટેડ લો (Low) 6,800 રૂપિયા છે. શેરમાં 3 મહિનામાં 27 ટકા અને 6 મહિનામાં 78 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2026 માં અત્યાર સુધીમાં પૈસા બમણા કરી ચૂક્યો છે. 3 વર્ષમાં કિંમત 250 ટકા અને 5 વર્ષમાં 2,600 ટકા વધી છે.

5 / 5
APAR Industries નો એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં રેવેન્યુ 6,477.35 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 453 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન શેર દીઠ કમાણી (EPS) 112.79 રૂપિયા રહી. આખા નાણાકીય વર્ષ 2026 દરમિયાન કંપનીનો રેવેન્યુ 21,996.57 કરોડ રૂપિયા, ચોખ્ખો નફો 973.91 કરોડ રૂપિયા અને શેર દીઠ કમાણી 242.46 રૂપિયા નોંધાઈ હતી.

Published On - 8:58 pm, Sat, 5 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.