આ તક ભૂલથી પણ ના ચૂકતા! 650% ડિવિડન્ડની ‘મોટી જાહેરાત’, તરત તમારો પોર્ટફોલિયો ચેક કરો

શેરબજારના રોકાણકારો માટે મોટી ખુશખબરી સામે આવી છે. એક દિગ્ગજ કંપનીએ નાણાકીય વર્ષ 2026-27 માટે પોતાના શેરધારકોને 650% ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપની તરફથી પ્રતિ શેર 65 રૂપિયા ચૂકવવામાં આવશે. હવે સવાલ એ છે કે, આ ડિવિડન્ડનો લાભ મેળવવા માટે કઈ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે અને ખાતામાં ક્યારે પૈસા આવશે?

| Updated on: Sep 15, 2026 | 8:45 PM
1 / 7
બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (Bajaj Holdings and Investment) ના શેરધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026-27 માટે શેરદીઠ રૂ. 65 ના વચગાળાના (અંતરિમ) ડિવિડન્ડની જાહેરાત કરી છે.

2 / 7
સરળ રીતે સમજીએ તો, રૂ. 10 ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર પર કંપની 650% નું ડિવિડન્ડ આપશે. કંપનીના બોર્ડે 15 સપ્ટેમ્બર 2026 ના રોજ મળેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.

3 / 7
બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટે રૂ. 10 ની ફેસ વેલ્યુ ધરાવતા પ્રત્યેક ઈક્વિટી શેર પર રૂ. 65 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે શેરની ફેસ વેલ્યુના 650% છે.

4 / 7
કંપનીએ આ ડિવિડન્ડ નાણાકીય વર્ષ 2026-27 માટે જાહેર કર્યું છે, જે નાણાકીય વર્ષ 31 માર્ચ 2027 ના રોજ પૂર્ણ થશે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 15 સપ્ટેમ્બરે યોજાઈ હતી, જેમાં વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવી હતી.

5 / 7
હવે સૌથી મહત્વની તારીખ 'રેકોર્ડ ડેટ' ની છે. બજાજ હોલ્ડિંગ્સે વચગાળાના ડિવિડન્ડ માટે સોમવાર, 21 સપ્ટેમ્બર 2026 ના રોજ રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આ તારીખના આધારે જ નક્કી કરવામાં આવશે કે, કયા શેરધારકો આ રૂ. 65 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડ માટે પાત્ર બનશે?

6 / 7
આમ જોવા જઈએ તો, કંપનીએ ડિવિડન્ડની જાહેરાત સાથે જ શેરધારકોની પાત્રતા નક્કી કરવાની તારીખ પણ સ્પષ્ટ કરી દીધી છે. ડિવિડન્ડની ચૂકવણી અંગે પણ કંપનીએ ટાઈમલાઈન જાહેર કરી દીધી છે.

7 / 7
બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પાત્ર શેરધારકોને વચગાળાનું ડિવિડન્ડ મંગળવાર, 13 ઓક્ટોબર 2026 ના રોજ અથવા તે પહેલાં ક્રેડિટ કરી દેવામાં આવશે.

Follow Us
Loading...
Unable to load recommendations.