ભારત હાઈવેઝ InvIT કંપનીનો ખુલ્યો IPO, જાણો આ આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં

|

Feb 28, 2024 | 4:01 PM

ભારત હાઈવેઝ InvIT નો IPO આજે એટલે કે 28 ફેબ્રુઆરીથી ખુલ્યો છે. આ આઈપીઓમાં 1 માર્ચ સુધી રોકાણ કરી શકાય છે. IPO માટે પ્રાઈસ બેન્ડ 98 થી 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. રોકાણકારો માટે લોટ સાઈઝ 150 શેર છે.

1 / 5

2 / 5
આ પહેલા 26 ફેબ્રુઆરીના રોજ ભારત હાઇવેઝ InvIT એ InvIT સ્પોન્સર આધારશિલા ઈન્ફ્રાટેક પાસેથી 664.5 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. તેના બદલામાં 6.64 કરોડ ઈક્વિટી શેર 100 રૂપિયા પ્રતિ શેરના ભાવે ફાળવવામાં આવ્યા હતા.

3 / 5
બ્રોકરેજ BP વેલ્થે ભારત હાઈવેઝ InvIT પરના તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, કંપની IPOમાં નવા શેરોમાંથી મળેલી આવકનો ઉપયોગ પ્રોજેક્ટ SPV માટે દેવું ચૂકવવા માટે કરશે, જે InvITની લિવરેજ સ્થિતિને સુધારશે.

4 / 5
બ્રોકરેજે જણાવ્યું હતું કે વર્તમાન પ્રાઈસ ટુ બુક વેલ્યુ સપ્ટેમ્બર 2023 સુધીમાં બુક વેલ્યુના આધારે 0.8 ગણા ગુણાંક પર છે. તેથી કંપનીના મૂલ્યાંકન વાજબી છે. બ્રોકરેજે મધ્યમથી લાંબા ગાળા માટે IPO ભરવાની સલાહ આપી છે.

5 / 5
InvIT એ એક નવું સ્થાપિત ટ્રસ્ટ છે અને તેનો કોઈ ઓપરેટિંગ ઈતિહાસ નથી. તેનાથી ટ્રસ્ટની ભાવિ વૃદ્ધિની સંભાવનાઓનું ચોક્કસ મૂલ્યાંકન કરવું મુશ્કેલ બનશે. જો કંપની સંબંધિત કરારની જરૂરિયાતો અનુસાર બનાવેલા રસ્તાઓની જાળવણી કરવામાં નિષ્ફળ જાય, તો તેને દંડ થઈ શકે છે અથવા કરાર સમાપ્ત પણ થઈ શકે છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Next Photo Gallery