
લીંબુની તાસિર ઠંડી હોવાના કારણે ઉનાળામાં તેનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. તો આજે લીંબુ શિકંજીનું ઘરે સરળતાથી બનાવવાની રેસિપી જોઈશું.

ઉનાળામાં લીંબુની શિકંજી બનાવવા માટે જીરું, આખા કાળા મરી, સાકર, એલચી, સૂઠનો પાઉડર, કાળું મીઠું, મીઠું, લીંબુ, ફુદીનાના પાન, બરફનો ભૂકો, તકમરીયા સહિતની સામગ્રીની જરુર પડશે.

લીંબુ શિકંજી ઘરે સરળતાથી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં જીરું, એલચી, કાળા મરી નાખીને શેકી લો. હવે તેને એક મિક્સર જારમાં પીસી લો.

હવે આ પાવડરમાં કાળું મીઠું, સૂઠ પાઉડર, દળેલી સાકર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પાઉડર તૈયાર કરી લો. ત્યારબાદ એક બાઉલમાં પાણીમાં તકમરિયાના બીજને પલાળી લો.

હવે તેમાં લીંબુની સ્લાઈસ, ફૂદીનાના પાન,બરફનો ભુકો અને ઠંડુ પાણી અથવા સોડા ઉમેરીને મિક્સ કરી લો. તમે હોમ મેઈડ લીંબુ શિકંજી તૈયાર છે તેને તમે સરળતાથી સર્વ કરી શકો છો.