Marcha Na Patti Bhajiya Recipe: દિવાળી પર મહેમાનને કરાવો મરચાના પટ્ટી-ભજીયાનો નાસ્તો, એક વાર ખાશે તો ખાતા રહી જશે….
ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરુઆત થઈ ચુકી છે અને હવે દિવાળી પણ નજીકમાં છે. ત્યારે ઘરે આવતા મહેમાનોને સુકા નાસ્તાની સાથે કેટલાક મહેમાનને ગરમ નાસ્તો પણ કરાવો પડતો હોય છે. તે સમયે શું બનાવું ? આ પ્રશ્નથી મોટા ભાગની ગૃહિણીઓ મુંઝવાતી હોય છે. તો આજે અમે તમારા માટે સરળ મરચાના પટ્ટી-ભજીયાની રેસિપી લઈને આવ્યા છીએ.