
ચોકલેટ મૂસ બનાવવા માટે સૌથી પહેલા ડાર્ક ચોકલેટ અને 100 મિલી ક્રીમને ડબલ બોઈલરની પદ્ધતિ દ્વારા ઓગાળવા મુકો. ત્યારબાદ ચોકલેટ સંપૂર્ણ ઓગળી જાય એટલે બહાર કાઢો.

હવે વ્હીપિંગ ક્રીમમાં, ખાંડ અને વેનીલા એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણ ફ્લફી થાય ત્યાં સુધી મિક્સ કરો.

ત્યારબાદ આ મિશ્રણમાં ઓગાળેલી ચોકલેટને ઉમેરી બરાબર મિક્સ કરો.ત્યારબાદ એક કપમાં ચોકલેટ મૂસને ભરો.

હવે તેના પર છીણેલી ચોકલેટ અને કોકો પાવડરથી ગાર્નિશ કરી ફ્રીજમાં 2-3 કલાક સેટ થવા મુકો. ત્યારબાદ તમે ચોકલેટ મૂસને સર્વ કરી શકો છો.(All Image Credits: Unsplash )
Published On - 8:05 am, Fri, 8 August 25