
મનુ ભાકર ઉપરાંત સ્વપ્નિલ કુસાલે પણ શૂટિંગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. તેણે પેરિસ ઓલિમ્પિકમાં 50 મીટર થ્રી પોઝિશન ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ જીત્યો હતો.

ઓલિમ્પિક 2024માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીઓમાં અમન સેહરાવતનો પણ સમાવેશ થાય છે. તેણે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર ભારતનો સૌથી યુવા કુસ્તીબાજ બન્યો હતો.

ભારતની પુરૂષ હોકી ટીમ પણ પેરિસ ઓલિમ્પિક 2024માં ધમાકેદાર દેખાવ કરવામાં સફળ રહી હતી. આ ઓલિમ્પિકમાં હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે આ પહેલા મેન્સ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. (All Photo Credit : PTI / GETTY / Olympics)
Published On - 2:47 pm, Fri, 13 December 24