
તો તમને જણાવી દઈએ કે, આજે પેરિસ પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમની યોજાશે. ઓપનિંગ સેરેમની રાત્રે 11 : 30 કલાકથી શરુ થશે. તમને જણાવી દઈએ કે, ઓપનિંગ સેરેમનીમાં સુમિત અંતિલ અને ભાગ્યશ્રી યાદવ ભારતના ધ્વજવાહક હશે.

પેરિસ પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમની 28 ઓગસ્ટના રોજ ભારતીય ચાહકો સ્પોર્ટસ 18 પર લાઈવ જોઈ શકશે. તેમજ જિઓ સિનેમા એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. 28 ઓગસ્ટે ઓપનિંગ સેરેમની છે, ત્યારે ભારતીય એથ્લીટ 29 ઓગસ્ટના રોજ એક્શનમાં જોવા મળશે.