
જો તે પ્રમાણે જોઈએ તો વિરાટ કોહલીએ 11 વર્ષ બાદ સૌથી વધુ સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. સચિનના યુગમાં તેની સાથે રમનારા અન્ય ખેલાડીઓ જેમ કે રિકી પોન્ટિંગ અને સનથ જયસૂર્યા તેનો વર્લ્ડ રેકોર્ડ તોડી શક્યા ન હતા. સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ અને સચિન પછી રોહિત શર્મા 31 સદી સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ 30 સદી સાથે ચોથા સ્થાને છે અને શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર સનથ જયસૂર્યા 28 સદી સાથે પાંચમા સ્થાને છે.

તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર ODIમાં સૌથી વધુ 10 વખત નર્વસ નાઈન્ટીમાં આઉટ થયો છે. તેનો અર્થ એ છે કે, જો સચિને આ 10 ઈનિંગમાં સદી ફટકારી હોત, તો તેની વનડેમાં કુલ 59 સદી થઈ હોત અને વિરાટ કોહલીએ સૌથી વધુ સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે વધુ રાહ જોવી પડી હોત.
Published On - 8:57 pm, Wed, 15 November 23