તારીખ પે તારીખ… વિનેશ ફોગાટને કેસમાં મળી રહી છે માત્ર તારીખો ,હવે મેડલ અંગેનો નિર્ણય આ દિવસે આવશે
વિનેશ ફોગાટ કેસમાં CASનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનેશને પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ CASમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. હવે આ અંગેનો નિર્ણય 16 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવ્યો છે.
1 / 5
પેરિસ ઓલિમ્પિક 2024 પૂર્ણ થયા બાદ જે સમયની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. તેની હજુ વધુ સમય રાહ જોવી પડશે. ભારતીય મહિલા રેસલર એથલીટ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.
2 / 5
આ નિર્ણય બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશને વાંધો ઉઠાવ્યો હતો, તો વિનેશ પણ ખૂબ નિરાશ હતી. વિનેશ ફોગાટે આ નિર્ણય અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)ને અપીલ કરી હતી કે તેને ઓછામાં ઓછો સિલ્વર મેડલ આપવામાં આવે, જેના પર 13 ઓગસ્ટના રોજ CASનો નિર્ણય આવવાનો હતો.
3 / 5
પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, CASના મેડલ પર નિર્ણય 16 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. હવે વિનેશ ફોગાટના કેસનો નિર્ણય 16 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે આવશે.
4 / 5
પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ મેચમાં પહોંચી ઈતિહાસ રચી દીધો હતો. તે રેસલિંગની ફાઈનલમાં પહોંચનારી પહેલી મહિલા રેસલર બની હતી.ફાઈનલના દિવસે જ્યારે તેનું વજન માપવામાં આવ્યું તો 50 કિલો 100 ગ્રામ હતું, ત્યારબાદ તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.
5 / 5
તમને જણાવી દઈએ કે, એક રાત પહેલા વજન ઓછું કરવા માટે તેમણે તમામ પ્રયત્ન કર્યા હતા. તેમણે જોગિંગ, સાઈકલિંગ કરવાની સાથે પોતાના વાળ અને નખ પણ કાપ્યા હતા. તેમ છતાં તેનું વજન 100 ગ્રામ વધુ નીકળ્યું હતુ.