બાળપણમાં માતા-પિતા ગુમાવ્યા, આંખોથી દેખાતું નથી હવે પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ લઈ રચશે ઈતિહાસ

|

Aug 25, 2024 | 1:14 PM

વર્ષ 2023માં રક્ષિતાના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે તેને ભારતના વડાપ્રધાન દ્રારા સન્માનિત કરવામાં આવી હતી. રાક્ષિતા રાજુ પેરિસ પેરાલિમ્પિક 2024માં 1500 મીટરની દોડમાં ભાગ લઈ ભારતની પહેલી મહિલા એથ્લિટ બની ઈતિહાસ રચવા માટે તૈયાર છે.

1 / 5
કર્ણાટકના ચિક્કમગલુરુની રહેવાસી દૃષ્ટિહીન (પ્રજ્ઞાચક્ષુ)એથ્લેટ રક્ષિતા રાજુ પેરિસ પેરાલિમ્પિકમાં પોતાની રમત દેખાડશે. 28 ઓગસ્ટ 2024થી શરુ થઈ રહેલ પેરાલિમ્પિકમાં સૌની નજર રક્ષિતા પર રહશે.

2 / 5
રક્ષિતા રાજુ મહિલાઓની 1500 મીટર રેસ ટી-11 સીરિઝમાં ભાગ લેશે. તેમજ આ સિરીઝમાં પેરાલિમ્પિક રમતમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા એથલીટ બની ઈતિહાસ રચશે.આ ઉપલબ્ધિ રક્ષિતાની અદભૂત ધીરજ અને ઉત્કૃષ્ટતા માટે તેમની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

3 / 5
રક્ષિતાએ ભારતની ટોચની પેરા એથ્લેટ્સમાંથી એક બનવા માટે ઘણા પડકારોનો સામનો કર્યો છે. તેમણે ખૂબ જ નાની ઉંમરે તેણીના માતા-પિતાને ગુમાવ્યા હતા અને તેનો ઉછેર દાદીના ઘરે થયો હતો.

4 / 5
રક્ષિતા પ્રજ્ઞાચક્ષુ લોકો માટે આશાનું કિરણ છે, એથ્લેટિક્સ પ્રત્યેનો તેમનો જુસ્સો તેમના શાળાના દિવસોમાં તેમના શારીરિક શિક્ષણના શિક્ષકના માર્ગદર્શન હેઠળ થયો. તેની શરૂઆતની એક સ્પર્ધા દરમિયાન, તે તેના વર્તમાન કોચ અને ગાઈડ રનર રાહુલ બાલકૃષ્ણને મળી હતી.

5 / 5
રક્ષિતાએ તેમના કરિયરમાં અનેક એવોર્ડ જીત્યા છે. તેમણે વર્ષ 2023માં એશિયાઈ પેરા ગેમ્સમાં મહિલાઓની 1500 મીટર-ટી11 વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સૌ કોઈએ તેને શુભકામના પાઠવી હતી.

Next Photo Gallery