રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારના રોજ આ જાહેરાત કરી હતી. કહી શકાય કે, નિરંજન શાહ સ્ટેડિયમમાં પહેલી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાઈ છે.
નિરંજન શાહનો જન્મ 4 જૂન 1944 રાજકોટમાં થયો હતો. ભૂતપૂર્વ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર, બિઝનેસમેન અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર છે. તેમની રમતની કારકિર્દી દરમિયાન, શાહ સૌરાષ્ટ્ર માટે 1965/66 થી 1974/75 સુધી રમ્યા હતા. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ સચિવ તરીકે ફરજ બજાવે છે.
જો નિરંજન શાહ સ્ટેડિયમની વાત કરીએ તો અત્યાર સુધી અહીં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે, જેમાં નાની બાઉન્ડ્રીના કારણે ચોગ્ગા અને છગ્ગા ખૂબ જ આસાનીથી મારતા જોવા મળ્યા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિય અમદાવાદ ગુજરાતમાં આવેલું ક્રિકેટનું સ્ટેડિયમ છે. તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જે 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ મૅચો અહીં રમાય છે.
કહી શકાય કે, દેશમાં ગુજરાતીના નામે 2 સ્ટેડિયમ આવેલા છે. એક તો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલું છે. જેનું નામ નરેનદ્ર મોદી સ્ટેડિયમ છે. બીજું સ્ટેડિયમ રાજકોટમાં આવેલું છે. જેનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.
Published On - 2:54 pm, Thu, 15 February 24