PV Sindhu Wedding : 3 પેલેસમાં લગ્ન, મેવાડી ફૂડ, રાજસ્થાની ડેકોરેશન, જાણો પીવી સિંધુના શાહી લગ્ન સાથે જોડાયેલી ખાસ વાતો
ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તે બિઝનેસમેન વેકન્ટ સાંઈ દત્તા સાથે ઉદયપુરમાં સાત ફેરા લેશે. આ દરમિયાન સચિન સહિત અનેક સ્ટાર લગ્નમાં પહોંચવાની શક્યતા છે. તો ચાલો જાણીએ લગ્ન સાથે જોડાયેલી ખાસ વાતો
1 / 6
ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને તેના સપનાનો રાજકુમાર મળી ગયો છે. 2 વખતની ઓલિમ્પિક મેડલ જીતનારી પીવી સિંધુ 22 ડિસેમ્બરના રોજ બિઝનેસમેન વેકન્ટ દત્તા સાથે લગ્ન કરશે. તેના માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. રિપોર્ટ મુજબ આ જોડી ઉદયપુરના ફાઈવ સ્ટાર હોટલ રાફેલ્સમાં સાત ફેરા લેશે.
2 / 6
બંન્ને શાહી અંદાજમાં લગ્ન કરશે. જેમાં રાજનીતિ અને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી હસ્તિઓ પણ સામેલ થશે. જેના માટે સજાવટથી લઈ ખાસ ફુડનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.તો ચાલો જાણીએ લગ્ન સાથે જોડાયેલી ખાસ વાતો
3 / 6
પીવી સિંધુ જે હોટલમાં લગ્નના બંધનમાં બધાવા જઈ રહી છે. ત્યાં ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ લગ્ન કર્યા હતા. રિપોર્ટ મુજબ લગ્ન બપોરના 3 અલગ અલગ ઐતિહાસિક સ્થળો પર કરવામાં આવશે. જેના માટે મહેલ, લીલા મહેલ અને જગ મંદિરની પસંદગી કરવામાં આવી છે.
4 / 6
વેન્યુના સજાવટની વાત કરવામાં આવે તો, લગ્નની સજાવટ શાહી અંદાજમાં કરવામાં આવશે. જેમાં રાજસ્થાનની ઝલક જોવા મળશે. દરેક મહેમાન હોડીમાં બેસી વેન્યુ સુધી પહોંચશે.
5 / 6
આ સિવાય ભારતીય અને વિદેશી મહેમાનો માટે પણ લગ્નમાં શાહી પકવાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ પકવાન રાજસ્થાની ડિશ અને મેવાડી સ્ટાઈલમાં બનાવવામાં આવશે. તેમજ રિસેપ્શન 24 ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં રાખવામાં આવ્યું છે.
6 / 6
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પોતાના લગ્ન માટે રમત ગમત, રાજનીતિ ફિલ્મી દુનિયાની મશહુર હસ્તીઓને આમંત્રણ આપ્યું છે, જાણકારી મુજબ લગ્નમાં સામેલ થવા માટે ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ પહોચશે. આ સિવાય રાજનેતાઓને પણ પીવી સિંધુએ આમંત્રણ આપ્યું છે.