
સચિન પેરાલિમ્પિકના ઈતિહાસમાં શોટ પુટમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય એથ્લિટ છે. આ પહેલા 1984માં જોગિંદર સિંહ બેદીએ બ્રોન્ઝ મેડલ અને મહિલા એથ્લીટ દીપા મલિકે 2016માં રિયો પેરાલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. હવે 8 વર્ષ બાદ આ ત્રીજો મેડલ છે.

જો આપણે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની વાત કરીએ તો ભારત કુલ 21 મેડલ સાથે 19માં સ્થાને છે. જેમાં 3 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે.