
આ મેચમાં ભારતીય ટીમને બીજા ક્વાર્ટરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું, જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય હોકી ટીમે આખી મેચ માત્ર 10 ખેલાડીઓ સાથે રમવી પડી હતી. પરંતુ આ પછી પણ ભારતીય હોકી ટીમે સારું પ્રદર્શન કર્યું હતુ.

તમને જણાવી દઈએ કે ભારતે શૂટઆઉટમાં 4-2થી મેચ જીતી લીધી હતી. શ્રીજેશની આ છેલ્લી ઓલિમ્પિક છે. તે પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે.

હોકીમાં ક્વાર્ટર ફાઈનલ જીત્યા બાદ ભારતીય ટીમના ગોલકીપર શ્રીજેશે કહ્યું, 'મેં મારી જાતને કહ્યું કે આ મારી છેલ્લી મેચ હોઈ શકે છે. અથવા જો હું (ગોલ) બચાવીશ તો મને વધુ 2 મેચ રમવા મળશે. હું આ મેચ જીતીને ખૂબ જ ખુશ છું.