Paris Olympics 2024 : આ ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીએ સરકારી નોકરી ઠુકરાવી, જાણો શું છે કારણ
મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારબાદ તેને સરકારી નોકરીની પણ ઓફર મળી હતી પરંતુ આ બંન્ને મેડાલિસ્ટે સરકારી નોકરીની ઓફરને ઠુકરાવી દીધી છે, જાણો શું છે કારણ
1 / 5
ભાારતને પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં 3 મેડલ મળ્યા છે. ભારતને સરબજોત સિંહ અને મનુભાકરે બ્રોન્ઝ મેડલ જીતાડ્યો છે. મનુ અને સરબજોત સિંહે હાલમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સેની સાથે મુલાકાત કરી હતી. બંન્નેને હરિયાણા સરકારે નોકરીની ઓફર કરી હતી.
2 / 5
પરંતુ આ બંન્ને મેડાલિસ્ટે સરકારી નોકરીની ઓફરને ઠુકરાવી દીધી છે. સરબજોત સિંહ અને મનુ ભાકરે સરકારી નોકરી ન સ્વીકારવાનું કારણ પણ જણાવ્યું છે. સરબજોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, હું શૂટિંગમાં લીધેલા મારા નિર્ણય વિરુદ્ધ જવા માંગતો નથી.
3 / 5
ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હરિયાણા સરકાર તરફથી સરકારી નોકરીની ઓફરને ફગાવી દેતા સરબજોતે કહ્યું કે હું પહેલા મારા શૂટિંગ પર કામ કરવા માંગુ છું.
4 / 5
મનુ અને સરબજોત સિંહનું કહેવું છે કે, બંન્ને ગોલ્ડ મેડલ માટે રમી રહ્યા છે. નોકરી માટે નહિ. મનુ અને સરબજોતને રમતગમત વિભાગમાં ઓફર કરવામાં આવી હતી. આ બંને પહેલા અન્ય ખેલાડીઓને પણ જોબની ઓફર મળી ચૂકી છે.
5 / 5
તમને જણાવી દઈએ કે, ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુલ 6 મેડલ જીત્યા છે. ભારતને 3 મેડલ શૂટિંગમાં મળ્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ મેડલ છે. એક બ્રોન્ઝ મેડલ રેસલિંગમાં મળ્યો છે અને એક મેડલ હોકીમાં મળ્યો છે. જ્યારે સિલ્વર મેડલ જેવલિન થ્રોમાં મળ્યો છે.