Paris Olympics 2024: ભારતીય મૂળના 4 ખેલાડીઓ જે ભારતને મેડલ જીતતા રોકશે

|

Jul 22, 2024 | 10:00 PM

પેરિસ ઓલિમ્પિકમાં ચાહકોની નજર માત્ર ભારતીય ખેલાડીઓ પર જ રહેશે નહીં. ભારતીય મૂળના કેટલાક ખેલાડીઓ પર પણ નજર રહેશે જે અન્ય દેશો માટે પોતાની પ્રતિભા બતાવશે અને એટલું જ નહીં તેઓ ભારતને મેડલ જીતતા પણ રોકી શકે છે.

1 / 5
પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. ભારતે પેરિસમાં 117 ખેલાડીઓની મોટી ટુકડી મોકલી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ભારતીય એથ્લેટ્સ સિવાય ચાહકોની નજર ભારતીય મૂળના અન્ય એથ્લેટ્સ પર પણ રહેશે જે ભારતને મેડલ જીતવાથી રોકી શકે છે. ચાલો તમને જણાવીએ કે તેઓ કોણ છે?

2 / 5
અમેરિકન ટેનિસ ખેલાડી રાજીવ રામ ભારતીય મૂળના છે. અમેરિકાના ડેનવરમાં જન્મેલા 40 વર્ષના રાજીવના માતા-પિતા બેંગલુરુના રહેવાસી હતા. અમેરિકા તરફથી રમતા રાજીવે ચાર મેન્સ ડબલ્સ અને એક મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તે 2016 રિયો ઓલિમ્પિકમાં વિનસ વિલિયમ્સ સાથે મિક્સ ડબલ્સ રમ્યા હતા. આ વખતે તે મેન્સ ડબલ્સમાં ભાગ લેશે.

3 / 5
ચાહકોની નજર ફ્રેન્ચ ટેબલ ટેનિસ ખેલાડી પ્રિથિકા પાવડે પર પણ હશે. પ્રિથિકાના પિતાનો જન્મ પુડુચેરીમાં થયો હતો. તેઓ 2003માં લગ્ન બાદ પેરિસમાં સ્થાયી થયા હતા અને એક વર્ષ પછી પ્રિથિકાનો જન્મ થયો હતો. તેના પિતા, જેઓ પોતે ટેબલ ટેનિસ ખેલાડી હતા, તેમણે તેને આ રમત સાથે પરિચય કરાવ્યો. તેણે 16 વર્ષની ઉંમરે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. આ વખતે પ્રિથિકા મહિલા સિંગલ્સ, મહિલા ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં રમશે.

4 / 5
ચાહકોની નજર અમેરિકન ટેબલ ટેનિસ ખેલાડી કનક ઝા પર પણ હશે. ઝાની માતા કરુણા મુંબઈના છે અને પિતા અરુણ કોલકાતા અને પ્રયાગરાજના છે. બંને આઈટી પ્રોફેશનલ્સ છે. ઝાએ કેલિફોર્નિયામાં ભારતીય કોમ્યુનિટી સેન્ટરમાંથી ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. ઝાની માતાએ તેમને હિન્દી અને જૈન ધર્મ શીખવા માટે જૈનશાળા અને હિંદશાળા મ. 24 વર્ષીય ઝા ચાર વખત અમેરિકાની નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યો છે અને છેલ્લી બે ઓલિમ્પિક ગેમ્સમાં તેણે અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઝાએ યુથ ઓલિમ્પિક 2018માં મેડલ જીત્યો હતો. તે પુરૂષ સિંગલ્સમાં જોવા મળશે.

5 / 5
અમર ધેસી કેનેડા વતી કુસ્તીના અખાડામાં જોવા મળશે. બ્રિટિશ કોલંબિયાના સરેમાં જન્મેલા અમરવીરના પિતા બલબીર ધેસી પોતે ગ્રીકો-રોમન કુસ્તીબાજ રહી ચૂક્યા છે. પંજાબના જલંધરના સંઘવાલ ગામના વતની બલબીરને પંજાબ પોલીસમાં નોકરી મળી પરંતુ સારા જીવનની શોધમાં તે 1979માં કેનેડા ગયો. અમર તેના પિતા અને મોટા ભાઈ પરમવીર સાથે કુસ્તી રમતો હતો.

Published On - 9:59 pm, Mon, 22 July 24

Next Photo Gallery