Paris Olympic 2024 : “ગોલ્ડન બોય” નીરજ ચોપરાની ફાઈનલ મેચ અહિ લાઈવ જોઈ શકાશે
Neeraj Chopra in Action Today: પુરુષની જેવલિનની ફાઈનલમાં નીરજ ચોપરા ભારત માટે મેડલનો સૌથી મોટો દાવેદાર છે. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની મોટી મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો. તેના વિશે ચાલો જાણો
1 / 5
પેરિસ ઓલિમ્પિકમાં પણ સૌ કોઈને જે દિવસની રાહ હતી તે દિવસ આવી ગયો છે. આજે ગોલ્ડન બોય નીરજ ચોપરા ફરી એક વખત ઓલિમ્પિક ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે. તો સૌ કોઈને એક જ પ્રશ્ન છે કે, નીરજ ચોપરાની મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે.
2 / 5
ક્વોલિફિકેશન રાઉન્ડમાં નંબર વન રહેલા નીરજ ચોપરા ફાઈનલમાં શું ધમાલ મચાવશે તે જોવા માટે સૌ કોઈ તૈયાર છે. એથલેટિક્સની પુરુષ જેવલિન ફાઈનલ ભારતમાં ક્યાં અને કેટલા વાગ્યે લાઈવ જોઈ શકાશે. તે સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ વિશે જાણીએ.
3 / 5
પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની ફાઈનલ 8 ઓગસ્ટના રોજ રમાશે. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 કલાક થી શરુ થશે. એથેલિટક્સમાં સૌ કોઈની નજર પુરુષની ભાલા ફેંક ઈવેન્ટ પર રહેશે.
4 / 5
નીરજ ચોપરાની ફાઈનલ ઈવેન્ટ સ્પોર્ટસ 18 અને જિઓ સિનેમા એપ પર લાઈવ જોઈ શકાશે. તેમજ જિયો સિનેમા એપ પર પેરિસ ઓલિમ્પિકની 2024ની તમામ ઈવેન્ટ લાઈવ જોઈ શકાશે,
5 / 5
પાકિસ્તાનનો અરશદ નદીમ પણ નીરજ ચોપરાનો હરીફ છે. પરંતુ, ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ, જર્મનીના જુલિયન વેબર અને ચેક રિપબ્લિકના જેકબ વડલેચ નીરજ માટે મોટો ખતરો બની શકે છે.