National Sports Day : લગાનથી લઈ ચક દે ઇન્ડિયા સુધી, ચાહકોના દિલ પર રાજ કરી રહી છે આ સ્પોર્ટસ ફિલ્મો

|

Aug 29, 2024 | 5:54 PM

દર વર્ષે 29મી ઓગસ્ટને ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્ટેડિયમથી લઈ ટ્રેનિંગ મેદાન સુધી ભારતીય સિનેમામાં એથ્લિટો અને ખેલાડીઓની જીત પર ફિલ્મો બની ચૂકી છે. તો આજે આપણે નેશલ સ્પોર્ટસ ડે પર કેટલીક એવી ફિલ્મો વિશે વાત કરીશું. જેમણે ચાહકોના દિલ પર ઉંડી છાપ છોડી છે.

1 / 9
ભારતમાં 29 ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટસ ડે તરીકે ઉજવવામાં આવે છે. તે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે.તો આજે આપણે સ્પોર્ટસ પર બનનાર ફિલ્મો વિશે વાત કરીશું.

2 / 9
વર્ષ 2001માં અનેક નિર્દેશક એક્શન અને રોમાન્ટિક કોમેડ્રી ડ્રામાં ફિલ્મ બનાવી રહ્યા હતા. આશુતોષ ગોવારિકરે ભારતીય સિનેમાની પહેલી અને સૌથી શાનદાર રમત ફિલ્મ લગાન બનાવી છે. આ ફિલ્મ આજે પણ લોકોને હોટ ફેવરિટ ફિલ્મ છે.

3 / 9
નીતિશ તિવારી દ્વારા નિર્દેશિત અને આમિર ખાન ફિલ્મમાં અભિનેતા તરીકે કામ કર્યું છે. દંગલે ભારતની 2 સર્વશ્રેષ્ઠ મહિલા પહેલાવાન ગીતા અને બબીતા ફોગાટની સ્ટોરી સૌની સામે રજુ કરી છે. આ ફિલ્મના ગીતથી લઈ ડાયલોગ ચાહકોને ખુબ પસંદ આવ્યા છે.

4 / 9
 શાહરુખ ખાને શિમિત અમીન દ્વારા નિર્દેશિત ફિલ્મ ચક દે ઈન્ડિયામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મમાં અનેક સ્ટાર જોવા મળ્યા છે. આ ફિલ્મને ભારતીય સિનેમામાં અત્યારસુધીની સૌથી પ્રેરણાદાયક ફિલ્મમાંથી એક માનવામાં આવી રહી છે, કારણ કે, આ ફિલ્મ ભારતની હોકી ટીમ પર બનેલી છે. તેના ગીતો પર ખુબ જ સુંદર છે.

5 / 9
નીરજ પાંડે દ્રારા નિર્દેશિત એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી જેમાં સુશાંત સિંહ રાજપુત અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીના જીવનથી લઈ ક્રિકેટના સંધર્ષ વિશે સફર રજુ કરવામાં આવી છે. તેમજ ધોનીની લવસ્ટોરી પણ દેખાડવામાં આવી છે

6 / 9
અલી અબ્બાસ દ્વારા નિર્દેશિત સ્પોર્ટસ ડ્રામા સુલ્તાન ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મ કુશ્તી પણ છે. આ ફિલ્મ હરિયાણાથી લઈ કુશ્તીના મેદાનની લડાઈ દેખાડે છે.આ ફિલ્મને ભારતીય સિનેમાના ઈતિહાસની શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.

7 / 9
  આશુતોષ ગોવારિકરની તૂલસીદાસ જૂનિયર જેમાં સંજ્ય દત્ત લીડ રોલમાં છે અને મૃદુલ મહેન્દ્ર દ્વારા નિર્દેશિત છે. 13 વર્ષના બાળકની આ સ્ટોરી ફિલ્મમાં દેખાડવામાં આવી છે.જેના પિતા સ્નુકર ખેલાડી છે. જે એક ટૂર્નામેન્ટ હારે છે, ત્યારબાદ ફિલ્મની સ્ટોરી શરુ થાય છે.

8 / 9
કબીર ખાન દ્રારા નિર્દેશિત અને કાર્તિક આર્યન દ્વારા અભિનીત સાજિદ નાડિયાડવાલની ચંદુ ચેમ્પિયન મુરલીકાંત પેટકરના અતુટ ઉત્સાહની સ્ટોરીછે. જે દેખાડે છે કે, જેમણે ભારતને 1972માં પેરાલિમ્પિક રમતમાં પહેલો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.

9 / 9
 રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત અને ફરહાન અખ્તર દ્વારા અભિનીત ભાગ મિલખા ભાગ ભારતના મહાન ખેલાડી મિલખા સિંહની સ્ટોરી છે. ફિલ્મમાં મિલખા સિહની જીતની સ્ટોરી દેખાડવામાં આવી છે.

Published On - 5:53 pm, Thu, 29 August 24

Next Photo Gallery