
ડી ગુકેશે ચેમ્પિયનશીપમાં 3 મેચ જીતી હતી. ત્રીજી ,11મી અને છેલ્લા રાઉન્ડમાં જીત મેળવી હતી. જેના માટે તેને 5.07 કરોડ રુપિયા મળ્યા છે. તો લિરેન 2 મેચ જીતી છે. જેના માટે તેને 3.38 કરોડ રુપિયા મળ્યા છે. કુલ પ્રાઈઝમની માંથી જે રકમ વધી છે જે બંન્ને વચ્ચે વેંચવામાં આવી હતી.

ડી.ગુકેશને 11.45 કરોડ અને ચીનનાં લિરેનને 9.75 કરોડ રુપિયા મળ્યા છે.ગુકેશે વિરાટ-રોહિત શર્માથી વધારે કમાણી કરી લીધી છે. કોહલી અને રોહિતને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં ગ્રેડ એ પ્લસનો ભાગ છે. જેના માટે તેને વર્ષના 7 કરોડ રુપિયા મળે છે.

તો ગુકેશની પ્રાઈઝમની ભારતના વર્લ્ડ ચેમ્પિયન બનતા જ એમએસ ધોનીની આઈપીએલ સેલરીથી પણ વધારે છે. ધોનીને 2025 સીઝનમાં માત્ર 4 કરોડ રુપિયા મળશે.
Published On - 10:29 am, Fri, 13 December 24