Paris Olympics 2024 :જય શાહે કરી મોટી જાહેરાત, પેરિસ ઓલિમ્પિક 2024 માટે BCCI કરોડો ખર્ચ કરશે

|

Jul 22, 2024 | 10:27 AM

રમતના મહાકુંભ ઓલિમ્પિકની શરુઆત 26 જુલાઈથી થવા જઈ રહી છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના કુલ 117 ખેલાડીઓ ભાગ લેશે. આ ખેલાડીઓ માટે બીસીસીઆઈએ એક મોટી જાહેરાત કરી છે.

1 / 6
 પેરિસ ઓલિમ્પિકની શરુઆત થોડા જ દિવસોમાં શરુ થશે. ભારત પહેલી વખત ઓલિમ્પિકમાં વર્ષ 1900માં ભાગ લીધો હતો. આ વખતે ભારત 26મી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે. ભારતના કુલ 117 ખેલાડીઓ ભારતનો તિરંગો લહેરાવશે. આ મોટી ઈવેન્ટ માટે બીસીસીઆઈએ એક મોટી જાહેરાત કરી છે.

2 / 6
બીસીસીઆઈએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓના સમર્થન માટે ઈન્ડિયન ઓલિમ્પિક એસોશિએશનને કરોડો રુપિયા આપવાની જાહેરાત કરી છે.

3 / 6
બીસીસીઆઈ સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. જય શાહે ટ્વિટ કરી કહ્યું કે, જાહેરાત કરતા મને ગર્વ થાય છે કે, બીસીસીઆઈ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર એથલીટનું સમર્થન કરશે, અમે અભિયાન માટે ઈન્ડિયન ઓલિમ્પિક એસોશિએશનને 8.5 કરોડ રુપિયા આપી રહ્યા છે.

4 / 6
 આ પહેલા  બીસીસીઆઈએ વર્ષ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. બીસીસીઆઈ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને 1 કરોડ રુપિયા આપ્યા હતા. તો સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુને અને રવિ દહિયાને 50-50 લાખ રુપિયા આપ્યા હતા.

5 / 6
 તેમજ બ્રોન્ઝ મેડલ જીતનાર પીવી સિંધુ, લવલીના બોરોગહેન, બજરંગુ પુનિયાને 25-25 લાખ રુપિયાનું ઈનામ આપ્યું હતુ.

6 / 6
 આ વખતે ભારતના 111 એથલીટ મેડલ જીતવા મેદાનમાં ઉતરશે. ઓલિમ્પિકના ઈતિહાસની વાત કરીએ તો ભારતના નામે અત્યારસુધી કુલ 35 મેડલ છે. ગત્ત ઓલિમ્પિક ભારત માટે શાનદાર રહ્યું હતુ. જેમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. આ વખતે ચાહકોને આશા છે કે, ખેલાડીઓ વધુ મેડલ જીતે.

Next Photo Gallery