Asian Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની ટક્કર સાઉથ કોરિયા સામે , જાણો ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ
ભારતીય હોકી ટીમે કેપ્ટન હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં એશિયન ચેમ્પિયનટ્રોફીની લીગ સ્ટેજ સાથે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હવે તેની ટકકર સાઉથ કોરિયાની ટીમ સાથે થશે.
1 / 5
પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કરતા ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો હતો અને તેમણે એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલું રાખ્યું છે. જેમાં લીગ સ્ટેજની તમામ 5 મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી પ્રદર્શન કરતી જોવા મળી હતી.
2 / 5
કેપ્ટન હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં પોતાની પહેલી મેચમાં ચીનને 3-0 માત આપી હતી. ત્યારબાદ જાપાનને 5-1થી,સાઉથ કોરિયા અને પાકિસ્તાન સામે જીત મેળવી હતી.
3 / 5
ભારતીય હોકી ટીમ એશિયન ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઈનલમાં સાઉથ કોરિયા સામે ટકરાશે. લીગ સ્ટેજમાં તેના વિરુદ્ધ ટીમે 3-1થી મેચ જીતી હતી. ટીમમાં યુવા ખેલાડીઓને પણ તક મળી છે. અત્યારસુધી આ ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી સૌ કોઈને પ્રભાવિત કર્યા છે. હવે ટીમ ઈન્ડિયાની નજર ખિતાબ જીતવા પર છે.
4 / 5
હવે ભારતીય હોકી ટીમ ખિતાબ જીતવાથી માત્ર 2 ડગલું દુર છે, જેમાં તે 16 સપ્ટેમ્બરના રોજ સેમીફાઈનલ રમાશે.હોકી તેમજ રમતગમતના સમાચાર તમે ટીવી 9 ગુજરાતી વેબસાઈટ પર વાંચી શકશો.
5 / 5
ભારત અને સાઉથ કોરિયા વચ્ચે રમાનાર એશિયન ચેમ્પિયન ટ્રોફી સેમીફાઈનલ મેચનું સીધું પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ નેટવર્ક પર કરવામાં આવશે. આ મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર થશે. ભારત અને સાઉથ કોરિયા વચ્ચે આ સેમીફાઈનલ મેચની શરુઆત ભારતીય સમયઅનુસાર બપોરના 3 : 30 કલાકે શરુ થશે.